મોરબીની હોટલમાં રાજકોટના યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત

0

[ad_1]

Updated: Jan 20th, 2023


આર્થિક સંકડામણથી કટાળી ભરેલું પગલું

કેબલ વાયરથી પંખા સાથે લટકી જીવ દીધો

મોરબી :  મોરબી પંથકમાં આપઘાતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો
છે.  જેમાં વધુ એક આપઘાતનો બનાવ પ્રકાશમાં
આવ્યો છે. જેમાં રાજકોટના યુવાને મોરબીની હોટેલના રૃમમાં આપઘાત કરી લેતા પોલીસ ટીમ
દોડી ગઈ હતી. અને બનાવની વધુ તપાસ ચલાવી છે.

 રાજકોટની
ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવનગર શેરી નં ૦૩ માં રહેતા સતીષ મચ્છાભાઈ સિંધવ (ઉ.વ.૨૯)
નામના યુવાને મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ વ્રજ હોટેલના રૃમ નંબર ૧૧૪ ને
અંદરથી બંધ કરી કેબલ વાયર વડે સીલીંગ પંખા સાથે લટકી આપઘાત કરી લીધો હતો.

 બનાવની જાણ થતા એ
ડીવીઝન પોલીસ ટીમ દોડી ગઈ હતી જે બનાવ મામલે પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક
સતીષભાઈ સિંધવ નામના યુવાને આથક સંકડામણથી કંટાળી આપઘાતનું પગલું ભરી લીધાનું
ખુલ્યું છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી
છે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *