સુરતમાં કાતિલ પતંગની દોરીથી યુવકનું ગળું કપાયું છે જેમાં બાઈક પર જતા યુવકને ગળામાં દોરી વાગતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે,યુવકને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવમાં આવ્યો છે જેમાં યુવકને ગળાના ભાગે 20 ટાંકા આવ્યા છે,કતારગામનો યુવક દુકાન બંધ કરી ઘરે જતો હતો તે દરમિયાન આ બનાવ બન્યો હતો,ચાઈનીઝ દોરી પર લગામ લગાવવા લોકોએ માંગ કરી છે તેમ છત્તા વેપારીઓ પોતાનો નફો કમાવવા ખાનગીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય છે.
તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયો યુવકને
ઉતરાયણ પર્વને પણ હવે માંડ આડે 15 દિવસ બાકી રહ્યાં છે ત્યારે પતંગના રસિયાઓ અત્યારથી પતંગ ચગાવી રહ્યાં છે,પતંગ ચગાવે તેનો પણ વાંધો નહી પરંતુ તેના કારણે કેટલાક લોકોના જીવ જોખમમાં મૂકાઈ જાય છે અને ચાઈનીઝ દોરીના કારણે ઘણા લોકોના મોત થયા છે,જે વેપારીઓ આવી ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા હોય તેની સામે પોલીસ હજી પણ કડકમાં કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.યુવક ગલેમંડી પાસે બાઈક પર જતો હતો તે દરમિયાન પતંગની દોરી ગળામાં વાગી હતી અને આ ઘટના બની હતી.
સુરતમાં પોલીસે હાથધર્યુ ચાઈનીઝ દોરીનું ચેકિંગ
ઉતરાયણ પર્વને પગલે સુરત શહેરમાં દોરી અને પતંગનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પતંગ દોરા માટે સૌથી જાણીતા માર્કેટ એવા વિસ્તારમાં ભાગળ ડબગરવાડમાં લાલગેટ પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થાય છે કે કેમ? તેને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પોલીસની ટીમો દ્વારા એક-એક દુકાનોમાં જઈને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણને લઈને પોલીસ દ્વારા વેપારીઓને સૂચના આપવામાં આવી હતી.
કિમ વિસ્તારમાં પણ અગાઉ ચાઈનીઝ દોરીથી યુવાન ઈજાગ્રસ્ત થયો હતો
ઉત્તરાયણ હજી શરૂ નથી થઇ તે પહેલા રાજ્યમાં દર વર્ષની જેમ ચાઇનીઝ દોરી વડે મોત નિપજવાના કિસ્સા શરૂ થઇ ગયા છે. જેમાં તાજેતરમાં સુરતમાં ચાઈનીઝ દોરીથી ગળુ કપાતા યુવકનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે મળતી માહિતી મુજબ સુરત જીલ્લાના કીમ ગામે યુવકનું પતંગની દોરીથી ગળું કપાતા મોત નિપજ્યું છે. કીમ રેલવે ઓવરબ્રિજ પર આ ઘટના બની હતી. જેમાં શૈલેષ વસાવા પોતાની પત્ની સાથે જઇ રહ્યો હતો. જે દરમિયાન ચાઇનિઝ દોરી તેના ગળામાં આવી જતા ગંભીર ઇજાઓ પહોંચી હતી.