શહેરના શેલારશા પથિકાશ્રમ નજીક થયેલી યુવકની હત્યાનું કારણ ખુલ્યું
ગાળો બોલતાં શખ્સની પિતાને ઠપકો આપ્યાની દાઝે શખ્સ સહિતના ત્રણ શખ્સે બે મિત્રો પર તલવાર છરી જેવા ઘાતક હથિયારોથી હુમલો કર્યો ઃ અન્ય એક પણ ઘાયલ
ભાવનગર: શહેરના શેલારશા ચોક પથિકાશ્રમ નજીક ગત બુધવારે રાત્રે થયેલી યુવકની સરાજાહેર હત્યાના બનાવનું કારણ પ્રકાશમાં આવતાં ખુદ પોલીસ પણ ચોકી ઉઠી હતી. શહેરના કાઝીવાડ નજીક રહેતાં મિત્રના ભાણેજના ઘર પાસે ગાળો બોલતાં શખ્સને ગાલોન બોલી તેમના પિતાને સમજાવવાં મિત્ર સાથે ગયેલાં યુવક પર થયોલો સશસ્ત્ર હુમલો જીવલેણ સાબિત થયો હતો. પોલીસે હત્યા સહિતની કલમ અન્વયે ગુન્હો નોંધી હત્યારાને શોધી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.