– વ્યાજે લીધેલા નાણાંનું વ્યાજ ભરવા વધારે રૂપિયા વ્યાજે લીધા
– 4 શખ્સ પાસેથી કુલ રૂ.૫.૭૫ લાખ વ્યાજે લીધાં, વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કયાઃ હાલ સારવારમાં
ભાવનગર : સિહોર તાલુકાના સરકડીયા (સોન) ગામમાં પાન-મસાલાની દુકાન ધરાવતા યુવકની આર્થિક સ્થિતિ ખરાબ થતાં દુકાનમાં માલ-સામાન લાવવા માટે ગામના એક શખ્સ સામેથી વ્યાજે રૂપિયા લીધાં હતા અને તેનું વ્યાજ ચુકવવા માટે અન્ય ત્રણ શખ્સો પાસેથી વધારે રૂપિયા વ્યાજે લીધાં બાદ તેનું વ્યાજ-મુદ્દલ ચુકવી નહી શકતા ઉક્ત લોકો અવારનવાર ઉઘરાણી કરી ત્રાસ આપતા કંટાળી ગઈકાલે પોતાના ઘરે દવા પી લીધી હતી. બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.