ટેન્કરે ટેમ્પો બાદ રિક્ષાને અડફટે લેતા યુવાનનું મોતઃ ચાલક સહિત બેને ઇજા

0

[ad_1]

Updated: Jan 28th, 2023

– ડુમસ
એસ.કે. નગર ચોકડી પાસે

-ટેમ્પો
ચાલક કૂદી જતા બચી ગયો
: નોકરીએથી રિક્ષામાં પરત થતાં મગદલ્લાના ચિતુભાઇ માહ્યાવંશીનું ઘટના સ્થળે
મોત

સુરત :

ડુમસ
ખાતે એસ.કે. નગર ચોકડી પાસે શુક્રવારે બપોરે વિચિત્ર અકસ્માત થયો હતો. જેમાં એક
ટેન્કર ચાલકે ટેમ્પોને ટક્કર માર્યા બાદ રિક્ષાને ટક્કર મારતા એક મુસાફરનું મોત
થયું હતુ. જ્યારે અન્ય એક મુસાફર અને ડ્રાઈવરને ઈજા થઇ હતી.

નવી
સિવિલ અને પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉધના ખાતે રહેતા શાંતિલાલ સુરતી
(ઉ.વ.૫૬) શુક્રવારે બપોરે ટેમ્પો લઈને ડુમસ ખાતે એસ.કે.નગર ચોકડી પાસેથી જઈ રહ્યા
હતા. તે સમયે એક ટેન્કરના ચાલકે તેમના ટેમ્પોને ટક્કર મારી હતી. જેથી તે ચાલુ
ટેમ્પોમાંથી કૂદી ગયા હતા. બાદમાં બેકાબુ બનેલા ટેન્કરે એક રિક્ષાને પણ ટક્કર
મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં રિક્ષામાં બેઠેલા ૫૩ વર્ષના મુસાફર ચિતુભાઇ
રાયસંગભાઇ માહ્યાવંશી (રહે.ઓ.એન.જી.સી. કોલોની
, મગદલ્લા ગામ)ને ગંભીર ઈજા થતા ઘટના સ્થળે
મોત થયું હતુ. જયારે રિક્ષા ડ્રાઇવર ગીરધરગોપાળ હરીસિંગ પાલ (ઉ.વ ૩૮) અને અન્ય
મુસાફર પ્રકાશ પ્રેમસિંગ રાજપુતને ઇજા થતાં ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલ
ખસેડાયા હતા. મોતને ભેટેલા ચિતુભાઇ હજીરાની કંપનીમાં નોકરી કરી રિક્ષામાં પરત આવતા
હતા. તેને બે સંતાન છે. આ અંગે ડુમસ પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની
કાર્યવાહી હાથ ધરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *