– યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડયો
– સણોસરાનો વતની યુવાન વાડીએથી ચાલીને ગામમાં આવેલાં ઘરે પરત આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : સિહોર તાલુકાના સણોસરા ગામે યુવાન વાડીએથી સણોસરા ચાલીને આવતા હતા.તે દરમ્યાન સરસ જીનીંગ મીલ પાસે પહોંચતા રંઘોળા તરફથી મોટર સાયકલે અડફેટે લેતા યુવાનને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા.જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.