વડોદરામાં રસ્તો ઓળખતી મહિલાને બાઈક ચાલકે અડફેટે લેતા મોત

0

[ad_1]

Updated: Jan 17th, 2023

વડોદરા,તા.17 જાન્યુઆરી 2023,મંગળવાર

પાદરા તાલુકાના રણુ ગામે રહેતો કમલેશ રણછોડભાઈ રબારી મજુરી ગામ કરે છે. તેના પિતા ખાનગી કંપનીમાં ઉતરાણના દિવસે મજૂરી કામ માટે ગયેલા ત્યારબાદ કમલેશના મમ્મી લાછીબેન કમલેશના પિતાને મળવા માટે કંપનીમાં ગયા હતા. ત્યાંથી તેઓ ભાયલી પ્રાથમિક શાળાની સામે આવેલી દુકાનમાંથી ચોખા લઈને પાદરા થી વડોદરા આવવા માટે નીકળ્યા હતા. લાસીબેન રસ્તો ક્રોસ કરતા હતા તે સમયે સાંજના સાડા પાંચ વાગે એક બાઈક ચાલકે તેમની ટક્કર મારતા તેઓ રોડ ઉપર પડી ગયા હતા અને માતાના ભાગે ગંભીર્યા થઈ હતી. સારવાર માટે 108 એમ્બ્યુલન્સમાં દવાખાને લઈ જવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ગઈકાલે સાંજે તેમનું અવસાન થયું હતું. એક્સિડન્ટ કરીને ભાગી ગયેલા બાઇક ચાલકની બાઇકનો ફોટો દુકાનદારે પાડી લીધો હતો. તેના આધારે માંજલપુર પોલીસે બાઈક ચાલક સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *