રાજકોટમાં થર્ટી ફર્સ્ટની અનોખી ઉજવણી કરવામાં આવી છે જેમાં હનુમાન ચાલીસાના પાઠ કરી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે,કોઠારિયા રોડ પર આવેલી સોસાયટીમાં આયોજન કરવામાં આવ્યું હતુ તો સોસાયટીના રહીશોએ રામધુન બોલાવી ઉજવણી કરી છે,તો રામધૂન સાથે 2024ને વિદાય આપી 2025 વર્ષને આવકાર્યું હતુ તો યુવાનો સનાતન સંસ્કૃતિ ન ભૂલે તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે.
અનેક જગ્યાએ કરાઈ ઉજવણી
વર્ષ 2024નો અંતિમ દિવસ એટલે કે 31 ડિસેમ્બર. ગઈકાલે 31 ડિસેમ્બરની રાત્રે રાજકોટ શહેરમાં વિવિધ જગ્યાએ ખાનગી પ્લોટમાં તેમજ હોટેલોમાં ધામધૂમથી ન્યૂ યર પાર્ટી સાથે ઉજવણીનું ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટમાં લગભગ અલગ અલગ 12 જેટલી જગ્યા પર ન્યૂ યર પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાંથી માત્ર 9 લોકોએ જ મંજૂરી માટે એપ્લાય કર્યું હતું તમાંથી 8 આયોજનને મંજૂરી આપવામાં આવી હતી.અને બાકીના આયોજકોને પાર્ટીનું આયોજન શરૂ કરવા દેવામાં આવ્યું ન હતું.
રાજકોટ પોલીસ ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જોડાઈ હતી
ખાસ 31 ડિસેમ્બરને લઈ પોલીસ દ્વારા પણ અગાઉથી જ લોકોને અપીલ કરવામાં આવી હતી કે, આ દિવસની ઉજવણી સૌ કોઈ લોકો શાંતિ પૂર્ણ રીતે કરે તેમજ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિને અંજામ ન આપે. આ સાથે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ તમામ DCP, ACP, 20 PI અને 70 જેટલા PSI બંદોબસ્તમાં જોડાયા હતા.