અમદાવાદમાં તાવ અને શરદી-ઉધરસના કુલ 2300 કેસ, OPDમાં થયો વધારો

0

[ad_1]

શહેરમાં એક જ દિવસમાં કોસોનો રાફ્ડો ફાટતા તંત્રની ચિંતામા કર્યો વધારો

ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે

Updated: Jan 19th, 2023

Image : Pixabay

અમદાવાદમાં કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે તેની અસર લોકોના સ્વાસ્થ્ય પર પણ પડી રહી છે. અમદાવાદમાં તાવ-શરદી અને ઉધરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. શહેરમાં સતત પડી રહેલી ઠંડીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અમદાવાદમાં એક જ દિવસમાં તાવ અને શરદી-ઉધરસના કુલ 2300 કેસ સામે આવ્યા હતા. અમદાવાદમાં સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને ઓપીડીમાં પણ વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ખાનગી હોસ્પિટલમાં પણ દાખલ થવાની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.

શહેરમાં એક જ દિવસમાં કેસોનો રાફડો ફાટ્યો

અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી તાવ અને શરદી-ઉધરસના કેસો સામે આવી રહ્યા છે. અમદાવાદમાં સતત વધતા કેસો વચ્ચે ઓપીડીમાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે. શહેરમાં એક જ દિવસમાં તાવ અને શરદી-ઉધરસ મળી કુલ 2300 કેસો નોંધાયા હતા. શહેરામાં તાવના 700 જેટવા કેસો સામે આવ્યા હતા તો શરદી-ઉધરસના 1600 જેટલા કેસો નોંધાયા હતા. શહેરમાં સતત વધતી ઠંડીના કારણે લોકોના આરોગ્ય પર તેની અસર જોવા મળી રહી છે અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. આગામી દિવસોમાં હજુ પણ ઠંડી વધવાની સંભાવના હોવાથી લોકોને પોતાના સ્વાસ્થ્ય અંગે તકેદારી રાખવી પડશે. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *