શહેરમાં વિવિધ ત્રણ વિસ્તારમાંથી ઇંગ્લીશ દારૂની કુલ 142 બોટલ, 34 ચપટા ઝડપાયા

0

[ad_1]

Updated: Jan 23rd, 2023

– બે શખ્સો રેડ દરમિયાન મળી આવ્યા, એક ફરાર

– કુંભારવાડામાંથી 22 બોટલ, આડોડીયાવાસમાંથી 34 બોટલ અને નારીરોડ પર નાળા પાસેથી 86 બોટલ બરામત

ભાવનગર : શહેરના નારીરોડ, કુંભારવાડા અને આડોડીયાવાસ વિસ્તારમાં પોલીસને મળેલ પૂર્વ બાતમી આધારે અલગ અલગ રેડ દરમિયાન ઇંગ્લીશ દારૂની કુલ ૧૪૨ બોટલ તથા ૩૪ ચપટા સાથે બે ઝડપાયા હતાં તો અન્ય બનાવનો આરોપી મળી આવ્યો ન હતો.

આ અંગે મળતી વિગતો મુજબ વરતેજ પોલીસને મળેલી બાતમી આધારે ઇન્દિરાનગર નાળા પાસે રેડ કરતા નાળા પાસે આખલોલ જકાતનાકા રહેતો પૃથ્વિરાજસિંહ મંગળસિંહ જાડેજા સમુનમુ કરતો હોય જેને પકડી નાળા પાસે તપાસ કરતા ચાર કોથળા મળી આવ્યા હતા જેમાં અલગ અલગ બ્રાન્ડની ભારતીય બનાવટની કુલ ૮૬ બોટલ દારૂ મળી આવ્યો હતો. જ્યારે ઇસમની અંગજડતી કરતા એક મોબાઇલ કબ્જે લેવાયો હતો. જ્યારે બીજા બનાવમાં બોરતળાવ પોલીસને મળેલ બાતમી આધારે કુંભારવાડા કાળુભા શેરી કોળી સમાજની વાડી પાસે રહેતો વિશાલ ઉર્ફે રબ્બો રાજુભાઇ પરમારના ઘરે રેડ કરતા મકાનની ઓશરીમાં એક પ્લાસ્ટીકની થેલીમાં ઇંગ્લીશ દારૂના ૧૪ ચપટા મળી આવ્યા હતાં સાથે બાજુમાં પડેલ બે ખોખામાં તપાસ કરતા દારૂની સીલપેક બોટલ નંગ-૨૨ મળી આવતા અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે અન્ય એક બનાવમાં ઘોઘારોડ પોલીસને મળેલ પૂર્વ બાતમી આધારે તિલકનગર આડોડીયાવાસ મેઇન રોડ પર રહેતા મુન્નીબેન દિપકભાઇ રાઠોડના રહેણાંકી મકાનમાં રેડ કરતા રસોડામાં ફ્રીજની પાસે પ્લાસ્ટીકની એક કાળી થેલીમાં ઇંગ્લીશ દારૂની ૩૪ બોટલ તથા બીજી થેલીમાંથી ૧૮૦ એમ.એલ.ના ૨૦ ચપટા મળી આવ્યા હતાં. જ્યારે રેડ દરમિયાન મુન્નીબેન હાજર મળી નહીં આવતા પોલીસે પ્રોહિ. એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આમ અલગ અલગ ત્રણ પ્રોહિ ડ્રાઇવમાં પોલીસે ૧૪૨ બોટલ અને ૩૪ ચપટા મળી આવ્યા હતાં.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *