સુરત SOGની બાતમીને આધારે કાર્યવાહી, મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ

0

[ad_1]

સુરતઃ ‘નો ડ્રગ્સ ઇન સુરત સીટી’ અભિયાન અંતર્ગત સુરત પોલીસે કમર કસી છે. તેવામાં સુરત SOGને બાતમી મળતા વોચ ગોઠવી હતી અને સરથાણા વિસ્તારમાંથી એક યુવકને ડ્રગ્સ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સુરતમાં યુવાધન નશાના રવાડે ના ચડે તે માટે સુરત પોલીસ હમેશા કાર્યશીલ રહી સતત ડ્રગ્સ પકડી રહી છે. તેવામાં સુરત પોલીસ કમિશનરે SOG પોલીસને ડ્રગ્સ વેચતા ઈસમોને ઝડપી પાડવા આદેશ કર્યો હતો. આ દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે, એક રીઢો આરોપી ડ્રગ્સનો જથ્થો સપ્લાય કરવા માટે જઈ રહ્યો છે. ત્યારે સરથાણામાં શ્યામધામ મંદિર પાસે વોચ ગોઠવી હતી અને આરોપી કેતન જાપાનને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા પોલીસને મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું.

પોલીસે લાખ્ખોનો મુદ્દામાલ જપ્ત કર્યો

ઝડપાયેલા ડ્રગ્સનો વજન કરતા 50 ગ્રામ જેટલું હોવાનું સામે આવ્યું હતું. આ ડ્રગ્સની અંદાજિત કિંમત 5 લાખ જેટલી થાય છે. હાલ પોલીસે ડ્રગ્સના આરોપીની ધરપકડ કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી. જેમાં આ આરોપી સામે સુરતના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુના નોંધાયા છે. હાલ પોલીસે આરોપી કેતન જાપાનની ધરપકડ કરી તેનો મોબાઈલ ફોન અને ડ્રગ્સ મળી કુલ 5.10 લાખનો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ભૂતકાળમાં આ પ્રકારના ગુનામાં સંડોવયેલા છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

તમારા શહેરમાંથી (સુરત)

Published by:Vivek Chudasma

First published:

Tags: Surat crime news, Surat news

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *