– દરિયાકાંઠાના પર્યટનસ્થળોએ પ્રકૃતિપ્રેમીઓની પ્રથમ પસંદગીનું પીણું
– શહેરના સ્વાસ્થ્યપ્રેમીઓ દરરોજ હજજારો લીલા નાળિયેરના પાણી ગટગટાવી જાય છે
ભાવનગર : આરોગ્યવર્ધક શિયાળાની ઋુતુના આગમનની સાથે જ સ્વાસ્થ્યવર્ધક ગણાતા લીલા નાળિયેરની ગોહિલવાડમાં દિન પ્રતિદિન માંગ વધી રહી છે. હેલ્થ પ્રત્યે અવેરનેસ વધતા ભાવનગર શહેરના આરોગ્યપ્રેમીઓ પ્રતિદિન હજજારો લીટર લીલા નાળિયેરના પાણી ગટગટાવી જાય છે.
સામાન્ય રીતે લીલા નાળિયેરની માંગ બારેમાસ રહેતી હોય છે.