અમદાવાદ: શાળામાંથી ગુમ થયેલો વિદ્યાર્થી કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો

0

[ad_1]

  • CCTVમાં બાળક એકલો જ જોવા મળ્યોઃ પોલીસ
  • બાળક સાથે કોઇ વ્યક્તિ જોવા મળ્યો નથી
  • બાળક સ્કૂલની નજીક ગોપાલ ચોક ગયો હતો

અમદાવાદની શાળામાં વિદ્યાર્થી ગુમ થવાના કેસમાં વિદ્યાર્થી કાલુપુર રેલવે સ્ટેશનથી મળી આવ્યો છે. જેમાં વિદ્યાર્થીએ કરેલા દાવા પોલીસે નકાર્યા છે. તેમજ CCTVમાં વિદ્યાર્થી  એકલો જ જોવા મળ્યો છે. તથા બાળક સાથે કોઇ વ્યક્તિ જોવા મળ્યો નથી. બાળક સ્કૂલની નજીક ગોપાલ ચોક ગયો હતો. ત્યાંથી AMTS બસમાં બેસી કૃષ્ણનગર આવ્યો હતો.

સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટના બની
અમદાવાદના ઠક્કરબાપા નગરની સ્કૂલમાંથી ધોરણ 9નો વિધાર્થી અચાનક ગુમ થવાનો મામલો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે.  અચાનક બાળક ગુમ થતા પરિવારજનોએ સ્કૂલમાં હોબાળો મચાવ્યો છે. જોકે, બાળક શાળમાંથી જતું રહ્યું હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવતા આ સમગ્ર ઘટનાની હકીકત પરથી પડદો ઉંચકાયો છે. હાલ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.

માતા પિતા આવે ત્યાં સુધી વિધાર્થીને બહાર બેસાડવામાં આવ્યો
ઉલ્લેખનીય છે કે ઠક્કરનગરની રઘુવીર સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરતો વિધાર્થી શુક્રવારે ગુમ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. 24 કલાક સુધી તપાસ કરવા છતાં દીકરાની કોઈ ભાળ નહિ મળતા પરિવારજનોએ સ્કૂલમાં પહોંચી પૂછપરછ કરી હતી. પરંતુ યોગ્ય જવાબ નહિ મળતા પરીવારજનોએ હોબાળો મચાવ્યો હતો. ઘટના મામલે કેટલાક ચોંકવનારા તથ્યો સામે આવ્યા છે. જેમાં રઘુવીર સ્કૂલના સંચાલક કુલદીપભાઈ જણાવે છે કે, વિધાર્થીના ક્લાસના શિક્ષકને તેના પાસેથી અન્ય વિધાર્થીની સ્વાધ્યાય પોથી મળી હતી. જેની પૂછપરછ માટે શિક્ષક વિધાર્થીને લઈ ઓફિસમાં આવ્યા હતા. જેની ફરિયાદ તેના માતાપિતાને કરવામાં આવી હતી અને માતા પિતા આવે ત્યાં સુધી વિધાર્થીને બહાર બેસાડવામાં આવ્યો હતો. પણ હવે વિદ્યાર્થી મળી આવ્યો છે ત્યારે બધાને નિરાંત થઇ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *