અમદાવાદ ઠક્કરબાપા નગરની રઘુવીર સ્કૂલનો વિદ્યાર્થી ગુમ, વાલીઓનો હોબાળો

0

[ad_1]

  • રઘુવીર સ્કૂલમાં ધો. 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ
  • શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપી ક્લાસરુમની બહાર કાઢ્યો હતો
  • 24 કલાકની શોધખોળ બાદ વાલીઓ શાળાએ પહોંચ્યા

અમદાવાદમાં આવેલી રઘુવીર સ્કૂલનો વિદ્યાર્થી ગુમ થયો હતો. રઘુવીર સ્કૂલમાં ધો. 9માં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ થતા વાલીઓએ શાળાએ પહોંચીને હોબાળો મચાવ્યો હતો. 24 કલાકની શોધખોળ બાદ પણ વિદ્યાર્થી ન મળતા વાલીઓ શાળાએ પહોંચ્યા હતા. શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપી ક્લાસરુમની બહાર કાઢ્યો હતો ત્યારથી વિદ્યાર્થી ગુમ થયેલો હોવાથી માતા-પિતા પરેશાન છે.

વિદ્યાર્થીની માતાના હાલ બેહાલ છે. રડતી આંખે માતા એક જ સવાલ કરી રહી છે કે મારું બાળક શાળામાંથી ગુમ કેવી રીતે થાય, એવો કેવો ઠપકો આપ્યો કે મારું બાળક ગુમ થયુ, કોઇ અઘટીત ઘટના બનશે તો કોણ જવાબદાર, વાલીઓ ચિંતામાં આવી જતા શાળાએ પહોંચી કર્યા સવાલ.

આ અંગે શાળા દ્વારા યોગ્ય જવાબ ન મળતા વાલીઓમાં નારાજગી વધી રહી છે. જ્યારે શાળામાં બાળકને ઠપકો આપ્યો ત્યારબાદ બાળક આ શાળામાંથી ભાગી રહ્યો છે તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યાં છે. આ સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે, કઇ રીતે શાળાનાં મુખ્ય દરવાજામાંથી વિદ્યાર્થી ભાગી રહ્યો છે .જોકે, સીસીટીવીમાં દેખાય છે કે, તે જ્યારે ભાગી રહ્યો છે તે પહેલા તે મુખ્ય દરવાજા પાસેનાં બાકડાં પર પણ બેઠો હતો. અને તેનાથી થોડે જ દૂર અન્ય વિદ્યાર્થીઓ પણ દેખાઇ રહ્યા છે.

સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે, બાળક ગઈકાલે એટલે શુક્રવારે સવારે 9.24 કલાકે શાળાનાં મુખ્ય દરવાજામાંથી બહાર ભાગી રહ્યું છે. આ બાળકનો 24 કલાક પછી પણ કોઇ પત્તો નથી લાગ્યો. શાળાનાં વાલીઓ તથા પરિવારજનો આ બાળકની શોધખોળ કરી રહ્યું છે. તો બીજી બાજુ વાલીઓ આ અંગે ઘણી જ નારાજગી વ્યક્ત કરી રહ્યાં છે. નારાજ વાલીઓએ શાળામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *