વ્યાજખોર મિત્રની ધમકીથી રિક્ષા ડ્રાઇવરનો આપઘાતનો પ્રયાસ

0

[ad_1]

૧૫ હજારની સામે ૧.૮૫ લાખની માંગણી કરીને ધમકી આપતો હતો

Updated: Jan 24th, 2023

 વડોદરા,ઉધાર આપેલા ૧૫ હજારની સામે વ્યાજખોર મિત્ર દ્વારા ૧.૮૫ લાખની માંગણી કરી રિક્ષા ડ્રાઇવરને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવતી હતી.જેથી,કંટાળીને રિક્ષા ડ્રાઇવેર ઝેરી  દવા પી ને આપઘાતનો પ્રયાસ કર્યો હતો.નવાપુરા પોલીસે આ અંગે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

લિટલ ફ્લાવર સ્કૂલની સામે વ્રજ વાટિકા એપાર્ટમેન્ટમાં રહેતા દિલીપભાઇ દિનેશભાઇ સોની રિક્ષા ડ્રાઇવિંગ કરે છે.નવાપુરા પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,વર્ષ – ૨૦૧૯ માં હું મારી પત્ની સાથે ડભોઇ રોડ રતનપુર ખાતે અક્ષર સિટિમાં ભાડાના મકાનમાં રહેતો હતો.મારે ફેબુ્રઆરી મહિનાનું ભાડું ચૂકવવાનું હોવાથી  પાંચ હજારની જરૃર હતી.જેથી, ખંડેરાવ માર્કેટ ખાતે જય અંબે પુજા સ્ટોર નામની દુકાન ચલાવતા મારા મિત્ર  પ્રશાંત ઠક્કરને વાત કરી હતી.તેણે મને કહ્યું હતું કે,હું તને પૈસાની વ્યવસ્થા કરી આપું છું.પણ જ્યાં સુધી તારા પૈસા પૂરેપૂરા ચૂકવાય નહીં ત્યાં સુધી તારે રોજના ૧૦૦ રૃપિયા આપવા પડશે.અને કોરો ચેક પણ આપવા  પડશે.મેં તેની પાસેથી પાંચ હજાર લીધા હતા.અને મારા બેન્ક એકાઉન્ટનો ચેક આપ્યો હતો.ત્યારબાદ હું તેને રોજના ૧૦૦ રૃપિયા આપતો હતો.કોઇક વખત ચાર થી પાંચ દિવસના  પૈસા પણ એકસાથે આપતો હતો.મેં પ્રશાંત ઠક્કર  પાસેથી કુલ ૧૫ હજાર લીધા હતા.અને રોજના રૃપિયા ચૂકવતો હતો.ક્યારેક મારાથી વ્યાજની વ્યવસ્થા ના થાય તો પ્રશાંત ઠક્કર પેનલ્ટી  પણ લેતો હતો.તેણે મારી  પાસેથી ૧.૮૫ લાખ ઉછીના લીધા હોવાનું લખાણ લઇ લીધું હતું.અને મેં આપેલા ચેક બેન્કમાં ભરીને કેસ કર્યો હતો.પ્રશાંતની ઉઘરાણીથી કંટાળીને મેં તા.૦૨-૦૧-૨૦૨૦ ના  રોજ ઉધઇ મારવાની  દવા  પી લીધી હતી.તેમ છતાંય પ્રશાંત મારી  પાસેથી  રૃપિયાની ઉઘરાણી કરતો હતો.અને જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *