19 C
Surat
Reg. License No. 20/22
સોમવાર, ડિસેમ્બર 9, 2024
19 C
Surat
સોમવાર, ડિસેમ્બર 9, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતBanaskanthaમાં ટુ-વ્હીલર વાહન માલિકોના જોગ પસંદગીના નંબર મેળવવા માટે રી-ઓકશન યોજાશે

Banaskanthaમાં ટુ-વ્હીલર વાહન માલિકોના જોગ પસંદગીના નંબર મેળવવા માટે રી-ઓકશન યોજાશે


આર.ટી.ઓ.પાલનપુર દ્વારા તમામ ટુ વ્હીલર (મોટર સાયકલ) વાહન માલિકોને જણાવવામાં આવે છે કે, ટુ વ્હીલરની નવી સીરીઝ GJ 08 DN 0001 TO 9999 સુધી તા-૦૭/૧૨/૨૦૨૪ ના રોજ શરૂ કરવામાં આવનાર છે. પસંદગી નંબર માટે ઈચ્છા ધરાવતા વાહન માલિકોએ CNA ફોર્મ ભરી તા-૦૩/૧૨/૨૦૨૪ 04 કલાક થી તા-૦૫/૧૨/૨૦૨૪ 04 કલાક સુધી એપ્લીકેશન/ પેમેન્ટ કરવાનું રહેશે.

અધિકારીનો કરો સંપર્ક

E-AUCTION બિડીંગ તા-૦૫/૧૨/૨૦૨૪ બપોરના 04 કલાક થી તા-૦૭/૧૨/૨૦૨૪ 04 કલાક સુધી પ્રોસેસ કરવાની રહેશે. જે માટે વાહનનું રજીસ્ટ્રેશન કરાવી પસંદગી નંબર માટે Parivahan.gov.in પર FANCY NUMBER માટે ઓન ઓનલાઈન ચોવીસ કલાક રજાના દિવસોમાં પણ સબંધિત અરજદારો અરજીની પ્રક્રિયા કરી શકશે.સદરહું સીલ્વર/ગોલ્ડન સિવાયના રેગ્યુલર નંબરો માટે સીરીઝ તા.૦૭/૧૨/૨૦૨૪ થી શરૂ થશે. જેની સર્વે વાહન માલિકોને નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાલનપુર દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

વેબસાઈટ પર જઈને ભરો માહિતી

પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીશ્રીની કચેરી, પાલનપુર (બનાસકાંઠા) દ્વારા થ્રી વ્હીલર (ટ્રાન્સપોર્ટ), ફોર વ્હીલર (નોન ટ્રાન્સપોટ) (એલ.એમ.વી. મોટર કાર) વાહનોની પેન્ડીંગ સીરીઝ GJ 08 માં ગોલ્ડન / સીલ્વર નંબરો માટેની હરાજી તા- ૦૭/૧૨/૨૦૨૪ ના ૧૬=૦૦ કલાકના રોજ ખોલવામાં આવશે. ઈચ્છા ધરાવનાર વાહન માલિકો તેમના વાહનનું રજીસ્ટ્રેશન દિવસ-૭ માં કરાવી ONLINE http://parivahan/gov.in/fancy પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે.

ઓનલાઈન કરો અરજી

જે માટે તા-૦૩/૧૨/૨૦૨૪ ના ૧૬=૦૦ કલાક થી તા-૦૫/૧૨/૨૦૨૪ ના ૧૬=૦૦ કલાક સુધી AUCTION માટે ONLINE CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાના તેમજ એપ્લીકેશન કરવાની રહેશે. તા-૦૫/૧૨/૨૦૨૪ ના ૧૬=૦૦ કલાક થી તા-૦૭/૧૨/૨૦૨૪ ના ૧૬=૦૦ કલાક ના રોજ AUCTION નું બિડીંગ ઓપન થશે. આ સાથે તા-૦૭/૧૨/૨૦૨૪ ના રોજ હરાજીમાં સફળ થયેલ અરજદારોને નંબરની ફાળવણી કરવામાં આવશે.વાહન સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિવસ અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવો સમય બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી પાલનપુર દ્વારા એક યાદીમાં જણાવ્યું છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય