વડોદરામાં ગારમેન્ટની દુકાનમાંથી રોકડા રૂપિયા ચોરી જનાર સીસીટીવી કેમેરામાં કેદ

0

[ad_1]

Updated: Jan 27th, 2023

વડોદરા,તા.27 જાન્યુઆરી 2023,શુક્રવાર

વડોદરા,તા.27 જાન્યુઆરી 2023,શુક્રવાર

સીટી પોલીસ સ્ટેશનની સામે જ આવેલા એપાર્ટમેન્ટમાં આવેલી ગારમેન્ટની દુકાનમાંથી રૂ.30,000 ની ચોરી થતા ચોરી કરનારા કેદ થયા હતા પરંતુ પોલીસ સ્ટેશન નજીક હોવા છતાં તેઓ ઝડપાયા નહીં.

સીટી પોલીસ સ્ટેશન સામે આવેલા ગાયકવાડ પ્લાઝામાં પહેલા માળે  ક્લાસીક ગાર્મેન્ટ્સ નામની કપડાંની બે દુકાન સામસામે આવેલી  છે ત્યાં ત્રણ ભાઈ ખાલી કુરેશી ઈનાયતભાઈ તથા આશિફભાઈ દુકાન ઉપર બેસી વેપાર ધંધો કરે છે.

ચોરીની ફરિયાદ અંગે ખાલીદ ભાઈ કુરેશી એ આપેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, અવારનવાર મસ્જીદમાં નમાજ પઢવા જઈએ ત્યારે તથા બપોરના ઘરે જમવા જઈએ ત્યારે બન્ને દુકાન ઉપર એક માણસ હાજર હોય છે 

 ગઈ તા.૨૪-૦૧-૨૦૨૩ ના રોજ હું તથા મારા ભાઈઓ ઈનાયતભાઈ તથા આસિફભાઈ દુકાન ઉપર હાજર હતા અને તે દિવસે અમારે વેપારીને માલસામાનના પૈસા આપવાના હોવાથી મારો ભાઈ આસિફ ઘરેથી રૂપીયા ૩૦૦૦૦/- લાવેલ. જે પૈસા આસિફભાઈએ અમારી દુકાનના કાઉન્ટરના ડ્રોવરમાં મુકેલ હતા. અને સાંજના કલાક-૦૮/૦૦ વાગ્યાના સમયે હું તથા આસિફભાઈ હીરા મસ્જીદમાં નમાજ પઢવા માટે ગયેલા અને દુકાન ઉપર મારો ભાઈ ઈનાયત કુરેશી હાજર હતો અને અમો મસ્જીદમાંથી સાંજના કલાક.૦૮/૨૦ વાગ્યાના સમયે નમાજ પઢી પરત દુકાન પર આવેલ અને થોડીવાર પછી એક ગ્રાહક આવતા મેં તેમને છુટા પૈસા આપવા માટે કાઉન્ટરનું ડ્રોવર ખોલતાં જોયેલ તો ડ્રોવરમાં મુકેલ રૂપીયા ૩૦,૦૦૦/- જેટલા હતા અને તે રૂપીયા પાંચસો, બસો તથા સો નાં દરની ચલણી નોટો હતી તે મળી આવેલ નહી. અને કોઈ ચો રી કરી લઈ ગયેલાનું જણાયેલ. જેથી અમોએ અમારી દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરા ચેક કરતા આશરે વીસેક વર્ષનો એક છોકરો જેણે માથે ટોપી પહેરેલ હતી તે દુકાનમાં આવી ફરતો જણાયેલ અને તે તેના પેન્ટના ખીસ્સામાં કંઈક વસ્તુ મુકતો જણાયેલ. જેથી આવા વર્ણનવાળા છોકરાની કેમેરાના ફુટેજ આધારે અમોએ દુકાનની આસપાસ ઘણી તપાસ કરે લી પરંતુ મળી આવેલ નહી. જેથી અત્રે ફરીયાદ કરવા આવેલ છે.

જેથી ગઈ તા.૨૪-૦૧-૨૦૨૩ ના રોજ સાંજના કલાક-૦૮/૦૦ થી ૬-૦૮/૨૦ દરમિયાન હું તે થા મારો ભાઈ આસિફ મસ્જીદમાં નમાજ પઢવા ગયેલ તે સમય દરમિયાન કોઇ અજાણ્યો ચોર ઇસમ આશરે વીસ વર્ષના આશરાનો અમારા દુકાનનાં સીસીટીવી કેમેરામાં જણાય છે તે ઈસમ દુકાનના કાઉન્ટરનાં ડ્રોવરમાંથી રૂપીયા ૩૦,૦૦૦/- ની ચોરી કરી લઈ ગયા નું જણાઈ આવ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *