ભારતમાં યુપીઆઇની મદદથી આંખના પલકારે ઓનલાઇન પેમેન્ટ વધ્યા પછી, આ ફીલ્ડમાં મધ્યસ્થી તરીકે કામ કરતી એપ્સની સંખ્યા પણ સતત વધી રહી છે. બેંક્સ
ઉપરાંત ફોનપે, ગૂગલપે અને પેટીએમ અત્યારે
યુપીઆઇ એપ તરીકે ટોચ પર છે. વોટ્સએપમાં પણ યુપીઆઇ આવ્યા પછી તે આ ત્રણ કંપનીને
હંફાવશે એવી શક્યતા હતી, પણ એવું બન્યું નહીં.