અમદાવાદના ગોતામાં આવેલા એમેઝોન ફન પાર્કમાં ભીષણ આગ લાગી

0

[ad_1]

  • અમદાવાદ ગોતાના ગેમ ઝોનમાં લાગી આગ
  • આગની ઘટનાને પગલે અફરાતફરી મચી
  • આગના કારણે ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા

અમદાવાદના ગોતામાં આવેલા એમેઝોન ફન પાર્કમાં ભીષણ આગ લાગી હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. ઘટનાને પગલે ફાયર વિભાગની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં આવેલા એમેઝોન ફન પાર્ક નામના ગેમ ઝોનમાં આજરોજ અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગ્યાનો કોલ મળતાની સાથે જ ફાયર વિભાગની બે ગાડીઓ તાકીદના ધોરણે સ્થળ પર પહોંચી હતી અને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી છે. હજુ સુધી આ દુર્ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર મળ્યા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે અચાનક જ આગની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે. આગના કારણે ધૂમાડાના ગોટેગોટા ખુબ દુર સુધી જોવા મળી રહ્યા છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આ આગને કાબુમાં લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.


[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *