જામનગર નજીક હાપામાં રહેતી પરણીતાને મધ્યપ્રદેશમાં રહેતા દહેજ ભૂખ્યા સાસરીયાઓનો સીતમ

0

[ad_1]

Updated: Jan 23rd, 2023


– યુવતીના પિતા પાસેથી દહેજમાં ૧૨.૫૦ લાખ રૂપિયા મેળવી લીધા પછી પણ વધુ દહેજ માટે ત્રાસ અપાતાં પોલીસ ફરિયાદ

જામનગર,તા.23 જાન્યુઆરી 2023,સોમવાર

મુળ રાજસ્થાનની વતની અને જામનગરના હાપા વિસ્તારમાં રહેતી એક પરણીતાએ મધ્યપ્રદેશના રતલામમાં રહેતા પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ સામે પંચકોષી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

પોતાના પિતાએ દહેજમાં ૧૨.૫૦ લાખ રૂપિયા આપી દીધા હોવા છતાં સાસરિયાંઓ વધુ દહેજ માટે ત્રાસ ગુજારતા હોવાથી મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે.

આ ફરિયાફ અંગેના બનાવની વિગત એવી છે કે મૂળ રાજસ્થાનની વતની અને હાલ જામનગર નજીક હાપામાં શિવ શક્તિ સોસાયટીમાં રહેતી અનુપમાબેન રજત ફોજદાર જાટ નામની ૨૭ વર્ષની પરણીતાએ પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓ મધ્યપ્રદેશના રતલામમાં રહેતા રજત સુભાષચંદ્ર ફોજદાર” સસરા સુભાષચંદ્ર વિજેન્દ્રસિંહ ફોજદા, સાસુ રાજલબા સુભાષચંદ્ર ફોજદાર અને પ્રિયાંશ સુભાષચંદ્ર ફોજદાર સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી અનુપમા બેનની આરોપી રજત સુભાષચંદ્ર સાથે સગાઈ થઈ હતી, તે સમયે પોતાના પિતાજી પાસેથી રૂપિયા ૧૨ લાખ ૫૧ હજારની રકમ મેળવી લીધી હતી. તેમ છતાં પણ વધુ વ્યાજની માંગણી સાથે મારકુટ કરી ત્રાસ ગુજારવામાં આવતો હતો.

 તેથી અનુપમા બેને જામનગર આવી ગયા પછી પંચકો સી. એ ડિવિઝન પોલીસ મથકમાં સંપર્ક આપ્યો હતો, અને પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *