– પોલીસના ધાડા ધાડા સ્થળ પર દોડી ગયા
– ભરચક વિસ્તારમાં સરાજાહેર યુવાન પર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી 3 ત્યારે ફરાર
ભાવનગર : શહેરના શાકમાર્કેટ વિસ્તારના પથિક આશ્રમ પાસે ત્રણ શખ્સે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરી હત્યારાઓ ફરાર થઈ ગયા હતા.આ ઘટનાની જાણ થતાં ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો . મોડી રાત્રે ભરચક વિસ્તારમાં યુવાનની હત્યા કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.