દેવીપુજક સમાજની વિશાળ રેલી : કલેકટર અને સીપીને રજુઆત

0

[ad_1]

Updated: Jan 26th, 2023


– બોટાદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારી હત્યાના વિરોધમાં 

– નરાધમો સામેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફાસીની સજા આપવાની માંગ

રાજકોટ: બોટાદમાં નવ વર્ષની માસુમ બાળકી ઉપર દુષ્કર્મ ગુજારી તેની હત્યા કરનાર નરાધમો સામેનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવી ફાસીની સજા આપવાની માંગ સાથે રાજકોટમાં આજે દેવીપુજક સમાજે વિશાળ રેલી યોજી કલેકટર અને પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું હતું. 

ભારતીને ન્યાય આપો અને તેની સાથે દુષ્કર્મ કરી હત્યા કરનારાઓને ફાંસીની સજા આપો તેવા પ્લે કાર્ડ સાથે દેવીપુજક સમાજની રેલી કલેકટર કચેરીએ પહોંચી હતી. જયાં રજુઆત કર્યા બાદ બહુમાળી ભવન ચોકે આવી હતી. પરીણામે બહુમાળી ભવન ચોકમાં થોડો સમય ટ્રાફિક જામ થવાની સાથે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી. 

ત્યારબાદ પોલીસ કમિશનર કચેરીએ રેલી પહોંચી હતી. જો કે તે પહેલા પોલીસ કમિશનર કચેરીના ગેઈટ બંધ કરી દેવાયા હતા. રેલીમાં મોટી સંખ્યામાં દેવીપુજક સમાજના લોકો ઉમટી પડયા હોવાથી પોલીસ કમિશનર કચેરી બહાર ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેને કલીયર કરાવવા પોલીસે લાઠીઓ હવામાં ઉગામવી પડી હતી. 

દેવીપુજક સમાજના પાંચેક આગેવાનોને પોલીસ કમિશનર કચેરીએ જવા દેવાયા હતા. જેમણે રજુઆત કરી હતી. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *