સાડા ચાર વર્ષની ભક્ત પગપાળા કરી રહી છે નર્મદાની પરિક્રમા

0


ધર્મ ડેસ્ક: નર્મદા પરિક્રમા તો ઘણા બધા લોકો કરે છે. પરંતુ આ તપસ્વીની તપસ્યા જોઈ ઘણા બધા પ્રભાવિત થઇ રહ્યા છે. એને જોઈ લોકો ઉભી જાય છે. હશે છે અને વાહ વાહ કહી ત્યાંથી આગળ વધી જાય છે. આ તપસ્વી માત્ર ચાર વર્ષની છે. નામ રાજેશ્વરી. તે પોતાના માતાપિતા સાથે નર્મદા પરિક્રમા પર નીકળી છે અને હવે લગભગ અઢી હજાર કિમિ ચાલી ગઈ છે.

માતા-પિતા સાથે પગપાળા નર્મદાની પરિક્રમા કરી રહેલી સાડા ચાર વર્ષની રાજેશ્વરીની ભક્તિ અને શ્રદ્ધા જોઈને સૌને નવાઈ લાગે છે! રમવાની અને કૂદવાની આ ઉંમરે આ છોકરી રોજ 25 થી 30 કિલોમીટર ચાલી રહી છે. તેની પરિક્રમા કરતાં લગભગ ત્રણ મહિના પૂરા થયા છે અને અત્યાર સુધીમાં તે લગભગ અઢી હજાર કિલોમીટર ચાલી ચુકી છે. બસ હવે 700 કિલોમીટરની સફર બાકી છે. જે બાદ તેની નર્મદા પરિક્રમા પૂર્ણ થશે.

નર્મદાને પ્રદૂષિત કરશો નહીં

નર્મદાની માસુમ ભક્ત રાજેશ્વરી પદયાત્રા સાથે લોકોને પર્યાવરણ અને નદીઓના જળ સંરક્ષણનો સંદેશ પણ આપી રહી છે. તે લોકોને નર્મદામાં ગંદકી ન કરવા અપીલ કરી રહી છે. તેનું કહેવું છે કે પરિક્રમા દરમિયાન નર્મદા નદીમાં દરેક જગ્યાએ ગંદકી જોવાનું સારું લાગતું નથી.

” isDesktop=”true” id=”1326263″ >

આ પણ વાંચો: Suhani Shah: જાણો કોણ છે સુહાની શાહ, કે જેણે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો

રાજેશ્વરીના માતા-પિતા જાધવ દંપતી મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લાના ચેડગાંવના રહેવાસી છે. તેઓ નર્મદાની પરિક્રમા કરી ચૂક્યા છે. આ વખતે તેઓ તેમની પ્રિય રાજેશ્વરીના કહેવા પર જ નર્મદા પરિક્રમા પર નીકળ્યા છે. રાજેશ્વરીના પિતા રમેશ જાધવ કહે છે કે તેઓ તેમના વિસ્તારમાં વાર્તાઓ સંભળાવે છે. તેથી જ પરિવારમાં ધાર્મિક વાતાવરણ છે. બાળપણથી જ તેમની પુત્રીએ આ બધું જોયું અને સમજ્યું, જેના કારણે તેમને નર્મદા પરિક્રમા કરવાની પ્રેરણા મળી.

આ પણ વાંચો: Dharm: આ પાંચ પ્રસંગો પર રોટલી બનાવવી માનવામાં આવે છે અશુભ, જાણો શું કહે છે શાસ્ત્રો

રાજેશ્વરી ક્યારેય થાકતી નથી

રમેશ જાધવ કહે છે કે પરિક્રમા દરમિયાન ચાલતાં ચાલતાં ક્યારેક તેઓ થાકી જાય છે. પણ રાજેશ્વરી ક્યારેય થાકતી નથી. તેના બદલે તે તેમની આગળ જાય છે. તે જે પણ ગામ અને શહેરમાંથી પસાર થાય છે ત્યાંથી નર્મદા માટે તેનું સમર્પણ, બલિદાન અને શ્રદ્ધા જોઈને લોકો તેની પાસે ઉમટી પડે છે. કોઈ તેને પ્રેમ કરે છે, તો મોટાભાગના લોકો તેને મા નર્મદાનું સ્વરૂપ માનીને તેનું ભાવભગત કરવા લાગી જાય છે.

Published by:Damini Patel

First published:

Tags: Dharm Bhakti, NarmadaSource link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *