દીપડાને શોધવા વનતંત્રની ટીમના બાસણ, પાલજના કોતરોમાં ધામા

0

[ad_1]

  • બે દિવસ બાદ પણ દીપડાના કોઇ જ સગડ મળ્યા નથી
  • રાત્રે તપાસ માટે મુખ્ય પોઇન્ટ પર નાઇટ વિઝન કેમેરા લગાવાશે
  • બે દિવસની તપાસ બાદ દીપડાના ફુટપ્રિન્ટ અને શિકાર કર્યાના પણ કોઇ જ પુરાવા ન મળ્યા

દીપડો બે દિવસથી વનતંત્રને ઉજાગરા કરાવી રહ્યો છે. ગત શનિવારે સલામતી શાખાના કમાન્ડોએ દીપડો નરી આંખે નિહાળ્યો હોવાનો દાવો કર્યા બાદ વનતંત્રની ટીમો દ્વારા રાજભવનથી ઇન્દ્રોડા સુધીના નદી કિનારાના વિસ્તારોને ખુંદી નાખવામાં આવ્યા છે. આજે વનતંત્રની ટીમે પાલજ અને બાસણના કોતરોમાં ધામા નાખ્યા છે. પરંતુ ત્રણ રાત્રી અને બે દિવસની મહેનત બાદ પણ દીપડાના કોઇ જ સગડ પ્રાપ્ત થયા નથી. જેથી વનતંત્રની ટીમો પણ ચિંતામાં મુકાઇ છે.

જે સ્થળે દીપડો દેખાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તે સંસ્કૃતિકુંજ પાસેનો વિસ્તાર વીવીઆઇપી મુવમેન્ટ વાળો ગણાય છે.

આ ઉપરાંત અહિ વહેલી સવારે અને રાત્રે લોકો વોકિંગ માટે પણ નિકળે છે. રાજભવન અને મંત્રી નિવાસ્થાન પણ નજીક છે. જેના પગલે વનતંત્રની ટીમે દીપડો દેખાયાની ગણતરીના કલાકોમાં જ આ વિસ્તારમાં સર્ચ કર્યુ હતું. મોડીરાત સુધી સર્ચ કર્યા બાદ પણ દીપડાના કોઇ જ સગડ મળ્યા નહતા. બીજા દિવસે વનતંત્રની ટીમે રાજભવનથી લઇને સરિતા ઉદ્યાનના સમગ્ર વિસ્તારને ખુંદી નાખ્યો હતો. અહિ પણ દીપડાના કોઇ સગડ મળ્યા નહતા. સામાન્ય રીતે દીપડાની હાજરીની તેના ફુટપ્રિન્ટ અને તેણે કરેલા શિકાર પરથી જાણકારી મળે છે. પરંતુ વનતંત્રની તપાસમાં આ પુરાવા પણ પ્રાપ્ત થયા નથી. જોકે, એક જવાબદાર વ્યક્તિએ દિપડાને નરી આંખે જોયો હોય અને બાસણ, પાલજના નદી કિનારાના કોતરો અગાઉ પણ દીપડા માટે આશ્રાયસ્થાન બની રહયા હોય વનતંત્રની ટીમો દ્વારા આજે પણ સર્ચ કરવામાં આવ્યુ હતું. ડીસીએફ ચંદ્રેશ સાંન્દ્રેએ જણાવ્યુ હતુકે, બે ટીમો દ્વારા દીપડાનું સર્ચ કરવામાં આવી રહ્યુ છે. આજે બોરીજ અને પાલજના નદી કિનારાના કોતરોમાં સર્ચ કરાયુ હતું. પરંતુ ત્યાંથી પણ કોઇ સગડ મળ્યા નથી. અહિ કોઇએ દીપડાને નજરેનજર જોયો હોય તેવા પણ સમાચાર પ્રાપ્ત થયા નથી. બીજીતરફ કોઇ ફુટપ્રિન્ટના નિશાન પણ મળ્યા નથી.વનતંત્રની બે ટીમો નદી કિનારાના ગાઢ જંગલ અને કોતરોમાં ઉતરીને તપાસ કરી રહી છે. રાત્રીના સમયે મુખ્ય પોઇન્ટ પર કેમેરા ગોઠવવાનું આયોજન છે. ઉલ્લેખનીય છેકે, જો દીપડાના કોઇ સગડ નહી મળે તો અહિ સંભવતઃ નાઇટ વિઝન કેમેરા ગોઠવાય તેવી શક્યતા જોવાઇ રહી છે. આ ઉપરાંત દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવવાનું પણ વનતંત્ર દ્વારા વિચારણા કરવામાં આવી રહી છે. જોકે, હજુસુધી દીપડાના કોઇ સગડ મળ્યા ન હોય પાંજરા મુકવામાં આવ્યા નથી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *