સુરતમાં રમતા-રમતા પાંચ વર્ષીય બાળા વીંટી ગળી જતા અન્નનળીમાં ફસાઈ

0

[ad_1]

  • વીંટી ગળાઈ જતા ગળામાં દુઃખાવો શરૂ થયો હોવાની ફરિયાદ કરેલી 
  • સિવિલના તબીબોએ દૂરબીનની મદદથી વીંટી કાઢી
  • એક કલાક સુધી બાળકીનું ઓપરેશન ચાલ્યું

સુરતના પાંડેસરા વિસ્તારમાં મંગળવારે સવારે ઘરમાં રમતા-રમતા પાંચ વર્ષીય બાળકી વીંટી ગળી જતા તેણીને સારવાર માટે સિવિલમાં ખસેડાઈ હતી. તબીબોએ કરેલી તપાસ દરમિયાન વીંટી અન્નનળીમાં ફસાઈ હોવાનું જણાતા એક કલાક ચાલેલા ઓપરેશન દરમિયાન દૂરબીનની મદદથી વીંટી કાઢવામાં આવતા માતા-પિતાએ રાહત અનુભવી હતી.

મુળ ઓરીસ્સાનો વતની અને હાલ, પાંડેસરા વિસ્તારમાં રહેતા બલરામ મંહતોની પાંચ વર્ષીય પુત્રી મનસ્વીની મંગળવારે સવારે ઘરમાં રમી રહી હતી. મનસ્વીનીએ રમતા-રમતા પોતાના જમણા હાથની આંગળીમાં પહેરેલી તાંબાની વીંટી મોંઢામાં નાંખી હતી. ત્યારે અચાનક મનસ્વીનીથી વીંટી ગળાઈ જતા ગળામાં દુઃખાવો શરૂ થયો હોવાની ફરિયાદ માતા-પિતાને કરી હતી. મનસ્વીનીએ વીંટી ગળી લીધી હોવાની જાણ થતા માતા-પિતા તેણીને લઈને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યાં હતા. ત્યારબાદ અહીના ઇએનટી વિભાગના તબીબોએ એક્સરે સહિતની તપાસ કરાવી હતી. જેમાં મનસ્વીનીએ ગળી લીધેલી વીંટી અન્નનળીમાં ફસાયેલી દેખાઈ હતી.

ઇએનટી વિભાગના ડો. શ્રીતમ શાહુએ જણાવ્યું હતું કે, વીંટી સમયર કાઢવામાં નહીં આવે તો મનસ્વીનીને કોમ્પ્લીકેશન થવાની ભીંતી હતી. જેને પગલે વિભાગના વડા ડો. જૈમિન કોન્ટ્રાક્ટરના માર્ગદર્શનમાં ડો. ખુશી ભાવસાર, ડો. પુરૂરભા દેસાઈ સહિતના તબીબોની ટીમે ઓપરેશન હાથ ધર્યું હતું અને એક કલાક બાદ દૂરબીનની મદદથી મનસ્વીનીની અન્નનળીમાં ફસાયેલી વીંટી કાઢવામાં આવી હતી. હાલ, મનસ્વીની સિવિલના ઇએનટી વિભાગમાં સારવાર હેઠળ છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *