પોરબંદરમાં સાંકડી ગલીના મકાનમાં ઉંદરે લગાડેલી આગે સૌને ધંધે લગાડયા

0

[ad_1]


– અડધો કિ.મી. દૂર બંબો રાખી નોઝલથી આગ બૂઝાવવી પડી

– મકાનમાલિક દીવો કરી ઘર બંધ કરી નીકળી ગયા બાદ ઉંદરે પંજો મારતા નીચે પડી ગયેલા દીવા થકી ભભૂકેલી આગે બે માળને લપેટમાં લીધા

પોરબંદર : પોરબંદરમાં સોની બજારમાં જૈન દેરાસરની સામેની સાંકડી ગલીમાં એક મકાનમાં બીજા માળે ઇષ્ટદેવને કરેલા દીવા ઉપર ઉંદરે પંજો મારતા દીવો પડી જતાં મોટી આગ ભભૂકી ઉઠી હતી. આ સાંકડી ગલીમાં ફાયર ફાયટર પહોંચી શકે તેમ નહિ હોવાથી અડધો કિ.મી. દૂર બંબો રાખી નોઝલ ફીટ કરી આગ બુઝાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોરબંદરમાં સોની બજારમાં જૈન દેરાસર સામેની ગલીમાં રહેતા હિતેશભાઈ શાહ ભગવાનને દીવાબતી કર્યા બાદ દુકાને ગયા હતા, જે પછી એક ઉંદરે તે દીવામાં પંજો મારી દેતા દીવો નીચે પડી ગયો હતો અને તેના કારણે આગ ભભૂકી ઉઠી હતી. ગણતરીની સેકન્ડોમાં જ આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે બીજા માળે લાગેલી આગ ત્રીજા માળ સુધી પહોંચી ગઇ હતી અને ઘરવખરી સળગવા લાગી હતી. 

ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયર જવાનો તાત્કાલીક પહોંચી ગયા હતા. પરંતુ ત્યાં સાંકળી ગલીમાં ફાયર ફયટર પહોંચી શકે તેમ નહીં હોવાથી બાઇક મારફત નાના છ હાથ બંબા દ્વારા આગ બુઝાવવાની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ એટલા પાણીમાં આગ બુઝાઈ શકે તેમ નહિ હોવાથી ફાયર જવાનોએ મોટા ફાયર બ્રાઉઝરને બોલાવવામાં આવ્યું હતું. ત્યારબાદ માણેક ચોક શાક માર્કેટ પાસે તેને રાખીને અડધો કિ.મી.ની નોઝલ ફીટ કરીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે કલાકો સુધી ચાલી હતી અને અંતે આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. 

એ દરમિયાન મોટાભાગની ઘરવખરી સળગીને રાખ થઇ ગઇ હતી.

આમ અંદરે લગાડેલી આગે સૌને ધંધેે લગાડયા હતા.

જિલ્લામાં દસ દિવસમાં આગના દસ બનાવ !

શિયાળાની ઠંડીને લીધે તાપણાથી, મકરસંક્રાંતિ વખતે ફટાકડા અને તુક્કલ સહિત ફાનસથી આગના બનાવો પોરબંદર શહેર અને જિલ્લામાં બન્યા છે. છેલ્લા ૧૦ દિવસમાં અંદાજે ૧૦ જેટલાં આગના નાના-મોટા બનાવ બન્યા છે. તેના માટે ઠંડી પણ કારણભૂત માનવામાં આવે છે ત્યારે લોકોએ પણ જ્યાં ત્યાં તાપણા કરતી વખતે તે સંપૂર્ણપણે ઓલવીને પછી જ દૂર જવું જોઇએ. પવનને લીધે આગ ફેલાતી અટકાવવા માટે જાગૃતિ જરૂરી બની છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *