સુરતમાં કોચિંગ કલાસમાં આગ લાગવાની ઘટના બની છે,શોર્ટ સર્કીટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે,ત્યારે કોઈ વિધાર્થીઓ કલાસીસમાં નહી હોવાથી મોટી જાનહાની ટળી હતી,ફાયર વિભાગે આગને કાબુમાં લીધી છે.આસપાસના લોકોમાં દોડધામ મચી હતી કેમકે વિસ્તાર સાંકડો હોવાથી આગ પ્રસરે તેવી શકયતાઓ હતી.
શોર્ટ સર્કીટથી લાગી આગ
સુરતમાં શોર્ટ સર્કીટથી આગ લાગવાની ઘટના બની હતી,પિયુષ પોઈન્ટ પાસે આવેલા કોચિંગ કલાસમાં આ આગ લાગવાની ઘટના બની હતી,વેકેશનનો સમય હોવાથી કોઈ વિધાર્થીઓ કલાસમાં હાજર ન હતા અને જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી,આસપાસ લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા પરંતુ ફાયર વિભાગ સતર્ક હોવાથી આગને જલદીથી કાબુમાં લીધી હતી અને સમયપ્રમાણે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.પાંડેસરા વિસ્તારમાં આગની ઘટના બની હતી.
પાંચ દિવસ પહેલા કડોદરામાં લાગી આગ
સુરતમાં આગની ઘટના સામે આવી હતી. પલસાણા તાલુકાના કડોદરા જીઆઈડીસીમાં આવેલી એક ડાઈંગ મિલમાં આગ લાગી હતી. ડાઈંગ મિલ કંપનીના બોઇલરમાં સવારે આગની ઘટના બની હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં બોઈલર અને ચીમની ભડકે સળગી ઉઠ્યા હતા. બનાવને પગલે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
ઘરમાં સારા ઇલેક્ટ્રિકલ વાયરિંગનો ઉપયોગ કરો
ઘરમાં આગ લાગવાનું મુખ્ય કારણ શોર્ટ સર્કિટ છે. ઓછી કિંમતના વાયર અને કેબલનો ઉપયોગ કરવાનું હંમેશા ટાળવું જોઈએ કારણ કે તે ઝડપથી ગરમ થાય છે. તેનાથી શોર્ટ સર્કિટનું જોખમ વધી શકે છે.વાયર ખરીદતી વખતે વ્યક્તિએ હંમેશા ISI માર્ક જોવો જોઈએ, જે વાયરની ગુણવત્તાની ચકાસણી કર્યા પછી જ સરકાર દ્વારા આપવામાં આવે છે.