અમદાવાદના નારોલ બ્રિજ પાસે મહાલક્ષ્મી એસ્ટેટમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં ફેબ્રિક કોટન યુનિટમાં ભીષણ આગ લાગી હતી અને ફાયર વિભાગની 14 ગાડીએ આગને કાબુમાં લીધી હતી,ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો અને આગમાં 15 લાખ મીટર ફેબ્રિક્સ બળીને ખાખ થયું છે.ફાયર સેફ્ટીના સાધનો હતા પણ ઉપયોગ ના કરાયો હોવાની વાત સામે આવી છે.કંપનીની બાજુમાં આવેલા પેટ્રોલપંપને તાત્કાલિક બંધ કરાયો હતો.
મહાલક્ષ્મી ફેબ્રિક્સ કંપનીમાં લાગી હતી ભીષણ આગ
ઘટનાની જાણ થતા ફાયર વિભાગની 14થી વધુ ગાડીઓ દોડી આવી હતી અને મેજર કોલ જાહેર કર્યો હતો,આગ લાગી કે લગાડવામાં આવી છે તે બાબતની તપાસ કરવામાં આવશે,તો સવારે 9:00 વાગે ને 10 મિનિટે ફાયર વિભાગને મળ્યો હતો કોલ જેમાં 15 લાખ મીટર ફેબ્રિક્સ મળીને ખાખ થયું છે.કંપની દ્વારા બેડશીટ્સ બનાવવામાં વપરાતું હતું મટીરીયલ,અલગ અલગ ફાયર બ્રિગેડની 14 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી.નારોલમાં આગની આ બીજી ઘટના આવી સામે,નારોલમાં આગની ઘટનાઓને જોતા કંપનીઓ દ્વારા ફાયર ઓફિસરની નિમણૂંક જરૂરી છે.
AMCની ઢીલી નીતિ
આવા સવાલ થવા યોગ્ય છે કારણ કે અમદાવાદ શહેરનો હોરિઝોન્ટલ અને વર્ટિકલ વ્યાપ વધતો જઈ રહ્યો છે પરંતુ સમયની સાથે ચાલવામાં કદાચ AMC નથી માનતું અને એટલે જ શહેરમાં જરૂરિયાતની સામે 50 ટકા પણ ફાયર સ્ટેશન ઉપલબ્ધ નથી અને હાલમાં જે છે તેમાં કામ ચલાવવામાં આવી રહ્યું છે તો સાધનો વસાવવા બાબતે પણ નીરસતા રાખવામાં આવી રહી છે હાલમાં શહેરમાં જો 22 માળ ની બિલ્ડિંગમાં આગ લાગે તો તેને કેવી રીતે કાબુ કરવી તેના માટે કોઈ ઉપકરણો જ નથી અને તેના કારણે કદાચ ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના થઇ શકે છે.
ફાયર વિભાગને ત્વરિત અપડેટ કરવામાં તંત્રની નીરસતા
હાલમાં હાઇડ્રોલિક વાહન છે પરંતુ તે માત્ર 22 ફ્લોર સુધીનું છે અને 35 ફ્લોર સુધી આગ પર કાબુ મેળવી શકે તેવા સાધનો વસાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે તો આ તરફ શહેરમાં હાલમાં 48 ફાયર સ્ટેશનની જરૂરિયાત છે જેમાં 18 હયાત છે અને ગોતા ચાંદલોડિયામાં નવા સ્ટેશન બની રહ્યા છે જયારે સૌથી જુના ફાયર સ્ટેશન દાણાપીઠને તોડી નવા બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.