થોડા જ કલાકોનો મહેમાન બન્યો 'બોર્ડર 2',પાકિસ્તાનની હિંદુ મહિલાએ ભારતમાં આપ્યો જન્મ

0

[ad_1]

  • પાકિસ્તાની હિન્દુ મહિલાના નવજાત બાળકનું મોત થયું
  • પિતાએ બાળકનું નામ “બોર્ડર-2” રાખ્યું હતું
  • ડિલિવરીમાં જટિલતાઓને કારણે બાળક ICUમાં દાખલ હતું

અમૃતસરની જલિયાવાલા બાગ મેમોરિયલ સિવિલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યાના થોડા કલાકો બાદ જ પાકિસ્તાની હિન્દુ મહિલાના નવજાત બાળકનું મોત થયું હતું. પાકિસ્તાનથી ભારત આવી રહેલા 50 હિંદુઓની બેચમાં સામેલ મહિલા દેહલા બાઈ સોમવારે રાજસ્થાનના જયપુર જવા માટે અટારી સરહદ પાર કરીને ભારત પહોંચી હતી. તેનો પતિ અને સાસુ પણ તેની સાથે હતા. અટારી સરહદ પાર કર્યા પછી દેહલા બાઈએ પ્રસૂતિની પીડાની ફરિયાદ કરી જેના પગલે ઈન્ટિગ્રેટેડ ચેક પોસ્ટ (ICP)ના અધિકારીઓએ એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી અને મહિલાને અમૃતસર સિવિલ હોસ્પિટલમાં લઈ જવાય હતી.

પાકિસ્તાનથી મહીલાએ બાળકને જન્મ આપ્યો

અહેવાલ અનુસાર, અમૃતસર સિવિલ હોસ્પિટલના ડો. આરિફે જણાવ્યું હતું કે, મહિલાએ બપોરે 3.14 વાગ્યાની આસપાસ એક બાળકને જન્મ આપ્યો હતો પરંતુ ડિલિવરીમાં જટિલતાઓને કારણે બાળકને ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માં દાખલ કરવું પડ્યું હતું અને જ્યાં તે બાળક મૃત્યુ પામ્યું હતું.દેહલા બાઈના પતિ કૈલાશને ટાંકીને જણાવ્યું હતું કે તેઓ તેમના પરિવારના અન્ય 14 સભ્યો સાથે જોધપુરમાં તેમના સંબંધીઓને મળવા પાકિસ્તાનથી ભારત આવ્યા હતા.

તેમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સરહદ પાર કર્યા બાદ તેની પત્નીને અચાનક દુખાવો થયો તેથી તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી જ્યાં તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. પિતાએ બાળકનું નામ “બોર્ડર-2” રાખ્યું હતું પરંતુ રાત્રે બાળકનું મોત થયું હતું.

પિતાએ બાળકનું નામ “બોર્ડર-2” રાખવા પાછળનો હેતું એ હતો કે, તેની પત્નીએ ભારત અને પાકિસ્તાનની બોર્ડર પર જ બાળકને જન્મ આપ્યો હતો. તેથી “બોર્ડર-2” નામ રાખ્યું હતું.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *