Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત અકોટાની મા ભારતી સ્કૂલ ખાતે ધોરણ 4 થી 9ના 400 થી વધુ વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ચિત્ર સ્પર્ધા એક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવી હતી. જેમાં વિદ્યાર્થીઓએ ગ્લોબલ વોર્મિંગ અને જૂની અને નવી ટેકનોલોજી વિશે ચિત્રો તૈયાર કર્યા હતા. આ ટ્રસ્ટ લાંબા સમયથી બાળકોના કૌશલ્ય વિકાસ, મહિલા સશક્તિકરણ, સામાજિક જાગૃતિ, સાહિત્ય જેવા વિષયો પર કામ કરે છે. ખાસ કરીને મોબાઈલનો ઉપયોગ કર્યા વિના પોતાના વિચારો લખવાની કે તેનું મૂલ્યાંકન કરવાની ક્ષમતા વિકસાવવાનો પ્રયાસ કરે છે.