– રૂસાનો 10 કરોડનો પ્રથમ હપ્તો યુનિ.એ માંડ વાપર્યો
– 10 કરોડમાંથી ક્રિકેટ પેવેલિયન, બાસ્કેટબોલ, રિસર્ચ ઈક્વિપમેન્ટ, અદ્યનત લાયબ્રેરી માટેની યોજના પણ માત્ર કાગળ ઉપર જ રહી
ભાવનગર : પાંચેક વર્ષની કશ્મકશ બાદ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીને વિદ્યાર્થી વિકાસ કાર્ય માટે રૂસાની રૂા. ૨૦ કરોડની ગ્રાન્ટ ફાળવાઈ અને જે પૈકીનો પ્રથમ ૧૦ કરોડનો હપ્તો વપરાયો જ્યારે બીજો હપ્તો આવી પડયો છે. પરંતુ નિયત થયેલ વિકાસ કામો હજુ સુધી થઈ શક્યા નથી.