– પિતાએ કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
– પરિવાર ખોડિયાર મંદિર દર્શન કરી બાઈક પર પરત આવતો હતો ત્યારે અકસ્માત સર્જાયો
સિહોર : પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે રહેતા અને કડિયા કામ કરતા યુવાન પત્ની અને બે પુત્રીને મોટરસાયકલ પર લઇ બહેના ઘરે ભિકડા ગયા હતા ત્યાંથી ખોડીયાર મંદિરે દર્શન કરી પરત આવતા હતા ત્યારે સિહોર રેલવે ફાટક પાસેનાં વળાવડ ગામ નજીક કારે અડફેટે લેતાં ચાર વર્ષની બાળકીનું મોત નિપજ્યું હતું.
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામે રહેતા અને કડિયા કામ કરતા શૈલેષભાઈ વેલજીભાઇ પરમાર (ઉ.વ ૩૨), પત્ની માયાબેન, પુત્રી તનિષ્કા (ઉ.