આજવારોડ પર સ્કૂટર પર જતી નણંદ અને ભાભી પર ગાયનો હુમલો

0

[ad_1]

બંનેને જમીન પર પટકી ગાયે ભેટી અને લાતો મારતા બંને ઘાયલ ઃ સ્કૂટરને પણ નુકસાન

Updated: Jan 18th, 2023

 વડોદરા, તા.18 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક બાજુ રસ્તે રખડતા પશુઓ તેમજ ગેરકાયદે તબેલાઓ વિરુધ્ધ કાર્યવાહી ચાલી રહી છે અને બીજી બાજુ શહેરના નવજીવન વિસ્તારમાં બપોરના સુમારે સ્કૂટર પર જતી ભાભી અને નણંદ પર ગાયે હુમલો કરી બંનેને શિંગડે ભેરવી પગથી માર મારતા બંનેને ઇજા થઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે શહેરના આજવારોડ વિસ્તારમાં નવજીવન પાસે રહેતા ભાવિકા પરમાર તેમની નણંદ સંતપ્યારી નજીકમાં રહેતા ફોઇના ઘેરથી સ્કૂટર પર પોતાના ઘેર જતા હતાં. બપોરના ત્રણ વાગ્યાની આસપાસ તેઓ નવજીવન પાસેથી પસાર થતાં હતા ત્યારે અચાનક એક ગાયે દોડી આવી ભેટી મારીને સ્કૂટર પર જતા ભાભી અને નણંદને જમીન પર પટક્યા હતા અને બાદમાં બંનેને ભેટી મારી હતી. ગાયે સ્કૂટરને પણ નુકસાન પહોંચાડયું  હતું.

ગાયના અચાનક હુમલાના કારણે ભાવિકા અને સંતપ્યારીએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ગાયના વધુ મારથી બંનેને બચાવ્યા હતાં. આ ઘટના બાદ બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જાહેરમાર્ગ પર રખડતી ગાયના અચાનક હુમલાના કારણે વિસ્તારના લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. ગાયના હુમલા બાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું અને રસ્તે રખડતી ગાયોને પકડવા કાર્યવાહી શરૃ કરી હતી.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *