અમદાવાદના નિકોલમાં કોર્પોરેટરને લોકોએ માર માર્યો

0

[ad_1]

  • નિકોલના શિવાજી ચોક પાસેની ઘટના
  • ટીપી મુદ્દે લોકોને સમજાવવા જતા ઉધડો લીધો
  • ધારાસભ્ય બાબુ જમના પટેલ હોસ્પિટલ પહોંચ્યા

અમદાવાદના નિકોલમાં લોકોએ કોર્પોરેટર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. નિકોલના કોર્પોરેટર બળદેવ પટેલ ટી.પી. મુદ્દે લોકોને સમજાવવા જતાં નિકોલના રહેવાસીઓ ગુસ્સે ભરાયા હતા અને નગર સેવકને માર માર્યો હતો. ટોળા દ્વારા હિંસક હુમલો થતાં કોર્પોરેટરને બેઠો માર વાગ્યો છે. નગર સેવકને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ધારાસભ્ય બાબુ જમના પટેલને ઘટનાની જાણ થતાં ખબર-અંતર પૂછવા હોસ્પિટલ પહોંચ્યા હતા. વલ્લભ કાકડિયા, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા ભાસ્કર ભટ્ટ પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. સમગ્ર ઘટના મુદ્દે કોર્પોરેટર દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે ખાતરી આપતા જણાવ્યું હતું કે, તમામ હુમલાખોરો સામે કાર્યવાહી કરવામાં આવશે.

નિકોલમાં ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજૂર થતાં ત્યાંના કોર્પોરેટર બળદેવ પટેલ ટી.પી. સ્કીમ અંતર્ગત દબાણ હટાવવા માટે લોકોને સમજાવવા ગયા હતા. ગેરકાયદેસર દબાણ દુર કરવાની વાત કરતા લોકો ઉશ્કેરાયા હતા અને બળદેવ પટેલ સાથે મારા મારી કરી હતી. આ બેઠક ધારાસભ્ય બાબુ જમના પટેલની ઓફિસમાં કરવામાં આવી હતી. બેઠક પુરી થયા બાદ કોર્પોરેટરના ઘરે જઈ લોકોએ હુમલો કર્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *