બોટાદનાં હરણકુઈના રહેણાંકી મકાનમાંથી 117 બોટલ દારૂ સાથે એક ઝબ્બે

0

[ad_1]

Updated: Jan 29th, 2023


બોટાદ પોલીસ દારૂની વધુ વિગતો મેળવવા તપાસ શરૂ કરી

પોલીસે ઘરની તલાસી લેતા ખાટલા નીચે બોક્સમાં નાની મોટી બોટલો મળી આવી

ભાવનગર: બોટાદનાં હરણકુઈ ઘાંચી સમાજનાં હોલ પાસે રહેતા જાહીદ ઉર્ફે કાળુ સિકંદરભાઈ કુરેશીના રહેણાંકી મકાનમાં ઈંગ્લીશ દારૂની બાતમી આધારે રેીડ કરતા ખાટલા નીચેથી સિલબંધ ૧૧૭ બોટલ દારૂ સાથે ઝડપાી જતા પોલીસે બનાવ અંગે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

બોટાદ પોલીસને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે બોટાદ હરણકુઈ ઘાચી સમજાનાં હોલ પાસે રહેતા જાહીદભાઈ સિકંદરભાઈ કુરેશી વાળો પોતાનાં રહેણાંકી મકાને ભારતીય બનાવટનો પરપ્રાંતીય વિદેશી દારૂની બોટલ રાખી વેચાણ કરે છે જે બાતમી હકીકતની આધારે હકીકત વાળી જગ્યાની નજીક જઈ સાળંગપુર રોડ પોસ્ટ ઓફીસ પાસે બે પંચોના માણસોને બોલાવી પંચોને બાતમી હકીકતની સમજ કરી બાતમી વાળી જગ્યાએ આવી રહેણાંકી મકાની ખરાઈ કરી ઘરે રેડ કરતા એક ઈસમ હાજર હોય જે મજકુર ઈસમને રેડ અંગેની સમજ કરી નામ ઠામ પુછતા પોતાનું નામ જાહીદભાઈ ઉર્ફે કાળુ સિકંદરભાઈ કુરેશી હોવાનું જણાવી અને મજરુકર ઈસમ રહેણાંકી મકાનની તપાસ કરતા રૂમમાં ખાટલા નીચે ચાર ખાખી બોક્સ પડેલ જોવામાં આવતા જેમાં ચેક કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની મોટી સીલબંધ દારૂની બોટલ કુલ નં. ૧૧૭ મળી આવી હતી જેમાં મોટી બોટલ નંગ ૨૧ તેમજ નાની બોટલ નં. ૯૬ ઝડપાઈ જવા પામી હતી. 

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *