ગાંધીનગરમાં G-20 દેશના સ્વાસ્થ્ય મંત્રીઓનું સંમેલન યોજાશે

0

[ad_1]

  • ભારત આ વર્ષે G-20 સંમેલનની યજમાની કરી રહ્યું છે
  • ગાંધીનગર, અમદાવાદ, સુરત અને વડોદરામાં G-20ની બેઠકો યોજાશે
  • સ્વાસ્થ્ય મંત્રીઓનું સંમેલન મહાત્મા મંદિરમાં ખાતે યોજાશે

ભારત સરકાર આ વર્ષે G-20 સમિટની યજમાની કરી રહ્યું છે. આ સમિટની કેટલીક બેઠકો ગુજરાતના ગાંધીનગર, અમદાવાદ, સુરત અને વડોદરામાંમાં પણ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે G-20 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓનું સંમેલન યોજાશે. આ સંમેલન માટે હાલ ગાંધીનગર ખાતેના મહાત્મા મંદિરમાં તૈયારીઓ શરુ કરવામાં આવી છે.

હાલ ગુજરાત સરકાર દ્વારા G-20 સમિટને લઈને વિવિધ સ્થળોએ તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. ગાંધીનગરના મહાત્મા ખાતે G-20 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ આવશે અને સંમેલનમાં ભાગ લેશે. પ્રાથમિક માહિતી મુજબ G-20 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓનું સંમેલન તારીખ 17થી 19 ઓગસ્ટ, 2023 દરમિયાન યોજાવા જઈ રહ્યું છે. આ સંમેલનમાં G-20 દેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ વિશ્વમાં હાલ ચાલી રહેલી કોરોના મહામારીથી બચવાના અને તેને નિયંત્રણમાં રાખવાના પ્રયાસો અંગે ચર્ચા કરશે. આ સાથે જ તેઓ ભવિષ્યમાં આવનારી મહામારીઓ અંગે પણ તકેદારીના ભાગ સ્વરૂપે શું કરી શકાય તેની પણ ચર્ચા કરશે.

સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજ્ય સરકારે ગુજરાતના પ્રવાસન વિભાગને દેશ વિદેશથી G-20 સમિટમાં આવનારા પ્રતિનિધીઓને ગુજરાતના આસપાસના પ્રવાસન સ્થળોની મુલાકાત કરાવવાની સૂચના આપી છે. આ માટે ખાસ તૈયારી પણ પ્રવાસન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *