ગાજરાવાડી વિસ્તારમાં ભાજપના જ બે કાર્યકરોના જૂથ વચ્ચે અથડામણથી દોડધામ

0

[ad_1]

Updated: Jan 18th, 2023

વડોદરાઃ વડોદરા ભાજપના જ બે કાર્યકરોના જૂથ વચ્ચે આજે ગાજરાવાડી વિસ્તારમાં થયેલી અથડામણના પગલે નાસભાગ મચી ગઈ હતી.એ બાદ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો.

મળતી વિગતો અનુસાર ભાજપના જ કાર્યકર જીગ્નેશ જોષી અને રાજુ રબારી વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો અને આજે રાજુ રબારીના ઘર પાસે આ બાબતે બંને કાર્યકરોના જૂથો વચ્ચે અથડામણ થઈ હતી.

રાજુ રબારીએ આક્ષેપ કર્યો હતો કે, જિગ્નેશ જોષી ઉર્ફે જિગો જોષી અને તેના કેટલાક સાથીદારો મારા ઘરે ધસી આવ્યા હતા.ઘરમાં લગ્નપ્રસંગ હોવાથી મોટાભાગના પુરુષો બહાર હતા અને મહિલાઓ એકલી હતી.જિગા જોષી અને તેના સાથીદારો પાસે બંદુક, તલવારો જેવા હથિયાર હતા.તેમણે કરેલા હુમલાના કારણે અમારા પરિવારની પાંચ જેટલી મહિલાઓ ઘાયલ થઈ હતી.

રાજુ રબારીના આક્ષેપ પ્રમાણે આસપાસના લોકો ભેગા થઈ ગયા હતા અને તેમણે હુમલો કરનારા લોકોને મેથીપાક ચખાડયો હતો અને એ પછી હુમલાખોરો ભાગી ગયા હતા.જોકે આ જૂથ અથડામણના પગલે સમગ્ર ગાજરાવાડી વિસ્તારમાં ભારે ઉત્તેજના ફેલાઈ ગઈ હતી.લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા.દરમિયાન આ બાબતે પોલીસ કંટ્રોલ રુમને જાણ કરવામાં આવી હતી.પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી.પોલીસે પાંચ થી ૬ બાઈકો કબ્જે કરી હોવાનુ પણ મનાઈ રહ્યુ છે.જોકે મોડી રાત સુધી આ અથડામણને લઈને કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ હોવાનુ જાણવા મળ્યુ નહોતુ.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *