પ્રાંતિજના ભાજપના MLA, પૂર્વ મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર સામે કારમાં સગીરાની છેડતીનો ગુનો

0

[ad_1]

  • ઘટના બાદ 5 માર્ચ 2022ના રોજ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો
  • કારમાં એકલી બેસેલી સગીરા સાથે ધારાસભ્ય અને બેંકના ચેરમેને બળજબરીથી છેડતી કરી
  • કોર્ટમાં દાદ માગતા કોર્ટના આદેશ બાદ પોક્સો એક્ટ અંતર્ગત FIR નોંધવામાં આવી

ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાનમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ અમીચંદ પટેલ સહિત બે શખ્સો વિરુદ્વ સગીરાની છેડતીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે. અમદાવાદની મહિલા સાથે સંપર્ક થયા બાદ જેસલમેર ફરવા માટે ગયા હતા ત્યારે કારમાં એકલી બેસેલી સગીરા સાથે ધારાસભ્ય અને બેંકના ચેરમેને બળજબરીથી છેડતી કરી હતી. ગત વર્ષે ફરિયાદ નોંધાવી હોવા છતાં પણ કોઈ કાર્યવાહી ન થતા મહિલાએ સિરોહી કોર્ટમાં દાદ માગતા કોર્ટના આદેશ બાદ પોક્સો એક્ટ અંતર્ગત FIR નોંધવામાં આવી છે.

આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગત 1 નવેમ્બર 2020ના રોજ અમદાવાદની મહિલાનો પરિચય પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર અને સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ અમીચંદભાઇ પટેલ સાથે થયો હતો. ત્યારબાદ તેમના પરિવાર અને તેમની સગીરવયની પુત્રી તથા અન્ય વ્યકિતઓ સાથે ગત 10મી નવેમ્બર 2020ના રોજ જેસલમેર ખાતે ફરવા ગયા હતા. ત્યાં તેઓ એક ખાનગી હોટલમાં પહોંચ્યા હતા. તેઓ આબુ રોડના તળેટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હતા ત્યારે મહિલા ઉલ્ટીની ફ્રિયાદ કરતા હતા. તેઓ ઉલ્ટી કરવા કારમાંથી બહાર આવ્યા હતા અને પરિવારજનો સાથે લાંબા સમય સુધી બહાર ખુલ્લામાં બેસી રહ્યા હતા. જોકે ઉલ્ટી કર્યા બાદ જયારે મહિલા કારમાં બેસવા લાગી ત્યારે તેમના પરિવારજનોએ માહિતી આપી હતી કે કારમાં બેઠેલી સગીર દીકરી બહાર આવી અને એકાએક રડવા લાગી હતી. મહિલા અને પરિવારજનોએ સગીર દીકરીને રડવાનું કારણ પુછતા તેણે કહ્યું કે હું કારમાં બેઠેલા આ લોકો સાથે કયાંય જવા માંગતી નથી. આ ઘટના બાદ 5 માર્ચ 2022ના રોજ આત્મહત્યાનો પ્રયાસ પણ કર્યો હતો. આ અંગે ગત 26, મે, 2022ના રોજ ગજેન્દ્રસિંહ વિરૂધ્ધ આબુ રોડ તળેટી વિસ્તારમાં પરિવારની સગીર પુત્રીની બળજબરીથી છેડતી કરવા બદલ મહિલાએ ફ્રિયાદ નોંધાવી હતી. પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં ન આવતા સિરોહી કોર્ટમાં દાદ માંગવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટના આદેશ અનુસાર આબુ રોડ તળેટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, સાબરકાંઠા બેન્કના ચેરમેન મહેશ અમીચંદભાઇ પટેલ સહિત અન્ય બે શખ્સો વિરૂધ્ધ પોકસો એકટ અંતર્ગત ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં આજે પીડિતાનું અને મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. મહિલાની ફરિયાદ પર અગાઉ પોલીસે તપાસ કરી હતી પરંતુ ત્યારે ગુનો સાબિત થયો નહોતો. હવે ફરી નવેસરથી તપાસ થશે તેમ જાણવા મળે છે.

મહેશ પટેલે મહિલાને જાનથી મારી નાખવા ધમકી આપી : આ ઘટના અંગે મહિલાએ અમદાવાદમાં ફરિયાદ કરી હતી પરંતુ ગજેન્દ્રસિંહે દબાવ બનાવી રાખતા કંઈ થયું નહોતું. સાબરકાંઠા બેંકના ચેરમેન મહેશ પટેલે મહિલાને ધમકાવી હતી કે આબુરોડની ઘટના અંગે તું કે તારી દીકરી કોઈ ફરિયાદ કરતા નહીં નહીંતર જાનથી મારી નાખીશું. તમે અમારું કંઈ બગાડી નહીં શકો. રાજકારણમાં અમારી સારી પકડ છે.

ગજેન્દ્રસિંહ સામે ભાજપની મહિલાએ પણ દુષ્કર્મનો કેસ કર્યો છે

ગજેન્દ્રસિંહ સામે ભાજપની મહિલા કાર્યકર્તાએ આરોપ મુકેલો કે લગ્નની લાલચ આપીને તેનુ શારિરીક શોષણ કર્યું છે. તેણીએ આ કેસમાં ધારાસભ્ય સામે પોલીસ ફ્રિયાદ નોંધવાની માગ સાથે નવેમ્બર-2021માં હાઈકોર્ટમાં અરજી કરેલી છે. આ મહિલાએ માર્ચ-2022માં આપઘાતનો પણ પ્રયાસ કરેલો. જેમાં ચાંદખેડા પોલીસે તેણીનુ નિવેદન લીધુ હતુ. આ મહિલા અને ધારાસભ્ય સચિવાલયમાં મળ્યા હતા. જુલાઈ-2020માં ધારાસભ્યે તેણી સાથે શારિરીક સંબંધ બાંધ્યાનો આક્ષેપ કર્યો હતો.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *