હજામચોરાનાં ખેડૂતનાં આપઘાત મામલે નવ વ્યાજખોરો સામે ગુનો દાખલ

0

[ad_1]

Updated: Jan 19th, 2023


પુત્રએ વ્યાજે લીધેલા રૃા. ૩૦ લાખના બદલામાં વ્યાજખોરોએ રૃા. ૪૮ લાખની જમીન પચાવી પાડતા વૃધ્ધ પિતાએ ઝેર પીધું હતું

જામનગર :   ધ્રોળ તાલુકાના
હજામચોરા ગામમાં એક ખેડૂત બુઝુર્ગે ગત મે મહિનામાં આત્મહત્યા કરી લીધી હતી. તેઓએ
વ્યાજખોરોની સતામણી અને જમીન પચાવી લેવાના પ્રકરણમાં પોતાની જિંદગીનો અંત લાવી
દીધો હોવાથી તેઓને મૃત્યુના મુખમાં ધકેલી દેનારા મોરબી પંથકના ૯ વ્યાજખોરો સામે
ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

 આ બનાવની વિગત એવી
છે કે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હજામચોરા ગામમાં રહેતા રવજીભાઈ વેલજીભાઈ
રાસમિયા નામના ૬૪ વર્ષના ખેડૂત બુઝુર્ગે ગત ૧૯-૫-૨૦૨૨ ના દિવસે પોતાની વાડીએ ઝેરી
દવા પીને આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો. જેઓએ વ્યાજખોરોની
ચુનાલમાંથી બચવા માટે આ પગલું ભરી લીધાનું જણાવ્યું હતું અને સમગ્ર પ્રકરણ અંગે
ધ્રોલ પોલીસમાં તપાસ ચલાવવામાં આવી હતી. દરમિયાન તાજેતરમાં વ્યાજખોરો સામેની
ઝુંબેશ ચલાવવામાં આવી રહી હોવાથી મૃતક રવજીભાઈ ના પુત્ર બકુલભાઈ રવજીભાઈ રાસમિયાએ
જામનગર જિલ્લાની આઈ.જી. ની મુલાકાત દરમિયાન અરજી કરી પોતાના પિતાને મૃત્યુના
મુખમાં ધકેલી દેવા અંગે મોરબી પંથકના નવ વ્યાજખોરો સામે ફરિયાદ અરજી આપી હતી.

 જે અરજીના
અનુસંધાને તપાસ કરાવવામાં આવતાં પોલીસ દ્વારા બકુલભાઈનું નિવેદન લેવાયું હતું
,જે નિવેદનમાં
તેઓએ જણાવ્યું હતું કે મોરબી પંથકના લુણસર ગામના સાગરભાઇ જયંતીભાઈ પટેલ
, ઉપરાંત દહીસરા
ગામના હસમુખભાઈ કાનજીભાઈ મિયાત્રા
,
ફડસર ગામના મહેશ નારણભાઈ ડાવેરા,
અને ભરતભાઈ જીવણભાઈ સોઢીયા,
મોરબી નાગડાવાસના ભગીરથભાઈ ઉર્ફે લાલજી કિશોરભાઈ, અને અશ્વિનભાઈ
ગોવિંદભાઈ રાઠોડ
, ઉપરાંત
નાગડાવાસના લાખાભાઈ ગોવિંદભાઈ રાઠોડ
,
મોરબી તાલુકાના સજનપુર ધૂનડા ગામના યશભાઈ ભીમજીભાઇ રાણપરીયા, અને મોરબી
સનાળાના લાખાભાઈ કરણાભાઈ આલ વગેરે નવ શખ્સોના ત્રાસના કારણે પોતાના પિતાએ
આત્મહત્યા કરી લીધી હોવાનું જણાવ્યું હતું.

 ફરિયાદી યુવાને
પોતાની જરૃરિયાત માટે તમામ આરોપીઓ પાસેથી અગાઉ ૩૦ લાખ લીધા હતા
, જેની અમુક રકમ
અને વ્યાજ જમા કરાવી દીધું હતું. તેમ છતાં તમામ આરોપીઓ દબાણ કરતા હોવાથી પોતાને
ગામ છોડવાનો વારો આવ્યો હતો.

માત્ર એટલું જ નહીં પોતાના પિતાના નામની ધ્રોલ પંથકમાં
આવેલી ૧૬ વીઘા જમીન કે જેની અંદાજે કિંમત ૪૮ લાખ થાય છે
, જે જમીનના
દસ્તાવેજો પોતાના નામે કરાવી લઈ જમીન હડપ કરી લીધી હતી
, અને કોરા ચેકમાં
સહી કરાવી લીધી પછી ધમકી આપતા હતા.સમગ્ર મામલે ધ્રોળ પોલીસે તમામ નવ વ્યાજખોરો
સામે ગુનો નોંધ્યો છે
, અને
તપાસનો દોર મોરબી સુધી લંબાવ્યો છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *