હવે મારી ઘરવાળી આવી ગઈ છે, તારે જીવવું હોય તો જીવ, મરવું હોય તો મર..
પોતે પરિણીત હોવાની વાત છૂપાવી ભાવનગરની મહિલાને પ્રેમજાળમાં ફસાવી દગો દીધો હતો, સાડા પાંચ માસ પૂર્વેની ઘટનામાં મૃતકના વૃદ્ધ માતાની પોલીસમાં ફરિયાદ
ભાવનગર: ગઢડા તાલુકાના ભીમડાદ ગામનાં શખ્સે પરણિત હોવા છતા મહિલાને લગ્ન કર્યા વિના પોતાની સાથે રહેવાનું દબાણ કરી ગાળો આપી શાંતિથી જીવવા નહીં દેવાની ધમકી આપી મરવા મજબૂર કરતા સાડા પાંચ માસ પૂર્વે મહિલાએ બોટાદ-લાઠીદડ રેલવે સ્ટેશન વચ્ચેથી પસાર થઈ રહેલી ટ્રેન નીચે કપાઈ જઈ જીવનનો અંત આણ્યો હતો.