ભાવનગરમાં મોરબીના વેપારી યુવતીના ઘરે નાસ્તો કરવા ગયા અને દાવ થયો

0

[ad_1]

ભાવનગરઃ ભાવનગરમાં વેપાર અર્થે આવતા વેપારીને હનીટ્રેપમાં ફસાવવાની ઘટના બની છે. વેપારીનો અશ્લીલ વીડિયો ઉતાર્યા બાદ 2.50 કરોડની ખંડણી માંગનારા બન્ટી-બબલીની પોલીસે ધરપકડ કરી લીધી છે. વેપારીને લલચાવીને યુવતી પોતાના મળતિયા સાથે પ્લાન બનાવીને ઘરે લઈ ગઈ હતી, આ પછી પ્લાન પ્રમાણે વેપારીનો કઢંગી વીડિયો ઉતારીને કરોડો રૂપિયાની માગણી શરુ કરી હતી.

મળતી વિગતો પ્રમાણે મોરબીના વાંકાનેરના 50 વર્ષના વેપારી ધંધાના કામ માટે ભાવનગર આવતા હતા અને આ દરમિયાન તેમની પાંચ વર્ષ અગાઉ દિવ્યા નામની યુવતી સાથે ઓળખાણ થઈ હતી. જેની આર્થિક સ્થિતિ નબળી હોવાથી તે વેપારી પાસે વારંવાર રૂપિયા લઈ જતી હતી. પાછલા મહિને 31 ડિસેમ્બરે દિવ્યાએ વેપારીને ફોન કરીને પૂછ્યું હતું હતું કે તમે ભાવનગર ક્યારે આવવાના છો. મારે તમારું કામ છે.

આ પણ વાંચોઃ ભાવનગરમાં મોરબીના વેપારી યુવતીના ઘરે નાસ્તો કરવા ગયા અને દાવ થયો

વેપારીને ઘરે બોલાવીને નગ્ન કરીને ફસાવ્યા

વેપારી 2 જાન્યુઆરીએ ભાવનગરના ઘોઘા સર્કલ પર આવ્યા હતા, જ્યાંથી દિવ્યા તેમને પોતાના અકવાડામાં આવેલા ઘરે લઈ ગઈ હતી. અહીં દિવ્યાએ 50 વર્ષના વેપારીને શરીર સુખની લાલચ આપતા વેપારી લપસી પડ્યા હતા અને પોતાનો વીડિયો ઉતારવામાં આવી રહ્યો હોવાની વાતથી પણ તેઓ અજાણ હતા.

દિવ્યાએ તેના મળતિયા સાથે પ્લાન પ્રમાણે શરીર સુખની લાલચમાં વેપારીને ફસાવવીને રૂપિયા પડાવવાનું નક્કી કર્યું હતું. યુવતીએ વેપારીને બાથમાં ભીડી લઈને તેમના કપડાં ઉતરાવીને કઢંગી હાલતમાં અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. આ પછી દિવ્યાના સાગરિતે વેપારીને વીડિયો મોકલ્યો હતો અને પોતાને દિવ્યાનો પતિ ગણાવીને ધમકી આપી હતી. દિવ્યા સાથેનો પોતાનો વીડિયો જોઈને વેપારીના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. વેપારી આમાં શું કરવું તેવું કંઈ સમજે તે પહેલા જ તેમની પાસેથી રૂપિયા અઢી કરોડની માગણી કરવામાં આવી હતી. આ સાથે જો રૂપિયા ના મળ્યા તો વેપારીને બદનામ કરવાની પણ ધમકી આપવામાં આવી હતી. પોતાની સાથે બનેલી ઘટના અને કરોડો રૂપિયાની માગણી કરતા વેપારી પોલીસની મદદ લેવા માટે પહોંચ્યા હતા.

” isDesktop=”true” id=”1316558″ >

પોલીસને ગણતરીના કલાકોમાં સફળતા મળી

વેપારીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગણતરીના કલાકોમાં દિવ્યા અને તેના સાગરિત ભરત ઉર્ફે ભોલાની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે, “ભરત અને દિવ્યાએ મેળાપ કરીને વેપારીનો અશ્લીલ વીડિયો ઉતારી લીધો હતો. આ વીડિયો વાયરલ ના થવા દેવો હોય તો 2.50 કરોડ રૂપિયા આપવા પડશે. આ મામલે ફરિયાદ નોંધાતા પોલીસે બન્નેની ધરપકડ કરી લીધી છે.”

તમારા શહેરમાંથી (ભાવનગર)

Published by:Tejas Jingar

First published:

Tags: Bhavnagar news, Bhavnagar police, Gujarat Crime, ભાવનગર

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *