મોરબીમાં પળ વારમાં જ સોનાની બુટ્ટીઓ ભરેલું બોક્સ ગાયબ, બે મહિલાઓ અઢી લાખના દાગીના લઈ ફરાર

0

[ad_1]

પોલીસે ચોરીની ફરિયાદ નોંધીને CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી

Updated: Jan 19th, 2023

મોરબી, 19 જાન્યુઆરી 2023 ગુરૂવાર

ગુજરાતમાં ધાડ, લૂંટ અને ચોરીના બનાવો સતત વધી રહ્યાં છે. હવે મહિલાઓની ટોળકી પણ ચોરી કરવામાં સક્રિય થઈ ગઈ છે. મોરબીમાં એક સોનીને ત્યાં દાગીના લેવાના બહાને ગયેલી મહિલાઓએ વેપારીની નજર ચૂકવીને 2.50 લાખના દાગીના ચોરી કરી લીધા હતાં. પોલીસે આ ઘટનામાં cctvને આધારે વધુ તપાસ હાથ ધરી છે. 

દુકાનમાં બે મહિલાઓ કાનની બુટી લેવા આવી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે મોરબીમાં સોની બજારમાં સ્થિત એક જ્વેલર્સમાં દાગીના ખરીદવાના બહાને આવેલી બે મહિલાઓ વેપારીની નજર ચૂકવીને અઢી લાખની કિંમતની સોનાની 10 જોડી બુટ્ટીઓનું બોક્સ સેરવીને ફરાર થઈ ગઈ હતી. વેપારી હાર્દિક રવેશિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, 15 જાન્યુઆરીના રોજ તેઓ અને તેમના કાકા અલ્કેશ રવેશિયા અંબાજી જવેલર્સ નામની દુકાને હતા. ત્યારે બપોરે  બે મહિલા ગ્રાહક તરીકે આવી હતી અને બુટી લેવાનું કહેતા મારા કાકાએ મહિલાઓને સોનાની બૂટી બતાવી હતી. 

સોનાની બૂટીઓથી ભરેલું બોક્ષ લઈને મહિલાઓ ફરાર
આ મહિલાઓએ બુટી જોઈને ત્યાંથી ચાલતી પકડી હતી પણ ખરીદી નહોતી કરી. મહિલાઓના ગયા બાદ હાર્દિક અને તેના કાકાએ જોતાં ટેબલ નજીક મુકેલું સોનાની બુટીનું બોક્ષ ગાયબ હતું. તે બોક્સમાં અઢીલાખ રૂપિયાની કિંમતની 44.960 ગ્રામની 10 જોડી બૂટી હતી. સોનાની બૂટીઓથી ભરેલું બોક્ષ જોવા ન મળતાં વેપારીએ દુકાનમાં લગાવેલા CCTV કેમેરા ચેક કર્યા હતાં. 

પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી
જેમાં ખરીદી કરવા આવેલી બે મહિલાઓ કાકાની નજર ચૂકવીને સોનાની બૂટી ભરેલું બોક્ષ બેગમાં સરકાવી રહી હોય તે સાફ દેખાઈ આવ્યું હતું. ત્યારબાદ તેઓ સોની બજારમાં મહિલાઓને શોધવા માટે નીકળ્યાં હતા. પરંતુ તેઓ મળી આવી ન હતી. મોરબી સીટી એ ડીવીઝન પોલીસે બે અજાણી મહિલાઓ વિરુદ્ધ ચોરીની ફરિયાદ નોંધી તેમજ દુકાનમાં લગાવેલા CCTV કેમેરાને આધારે વધુ તપાસ હાથ ધરી છે.

[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *