રશિયાથી ગોવા આવી રહેલા પ્લેનમાં બોમ્બની ધમકી, ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરાઈ

0

[ad_1]

  • રશિયાથી ગોવા આવી રહેલા એક ચાર્ટર્ડ પ્લેનને સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું
  • ફ્લાઈટમાં 2 બાળકો અને 7 ક્રૂ સહિત કુલ 238 લોકો સવાર
  • રશિયાથી ગોવા આવી રહેલા પ્લેનમાં બોમ્બની ધમકી

રશિયાથી ગોવા આવી રહેલા એક ચાર્ટર્ડ પ્લેનને સુરક્ષા એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યાર બાદ ફ્લાઈટને ઉઝબેકિસ્તાન ડાયવર્ટ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ ફ્લાઈટમાં 2 બાળકો અને 7 ક્રૂ સહિત કુલ 238 લોકો સવાર છે. આ પ્લેન રશિયાના પેરામ ઈન્ટરનેશનલ એરપોર્ટથી ગોવા આવવા માટે અઝુર એરલાઈન્સના પ્લેનમાં ટેકઓફ થયું હતું. રશિયાથી ગોવા આવી રહેલા પ્લેનમાં બોમ્બની ધમકી મળી હતી તેથી સુરક્ષા સંબંધિત એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ ઉતાવળમાં ફ્લાઈટને ઉઝબેકિસ્તાન તરફ વાળવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, 11 દિવસમાં રશિયન એરલાઈન્સ એઝુરની ફ્લાઈટ સાથે આ બીજી ઘટના છે. અગાઉ 9 જાન્યુઆરીની મોડી રાત્રે મોસ્કોથી ગોવા જઈ રહેલી અઝુર એરલાઈન્સની ફ્લાઈટનું ગુજરાતના જામનગરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હકીકતમાં વિમાનમાં બોમ્બ હોવાના સમાચાર ગોવાના એર ટ્રાફિક કંટ્રોલને ઈ-મેલ દ્વારા મળ્યા હતા. ઈ-મેલને ગંભીરતાથી લેતા ગોવા એર ટ્રાફિક કંટ્રોલે તરત જ વિમાનના પાઈલટનો સંપર્ક કર્યો અને તેને નજીકના એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ કરવા કહ્યું હતું.

ત્યાર બાદ એટીસીએ વિમાનના પાયલોટને જામનગરમાં ભારતીય વાયુસેનાના એરબેઝ પર વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવાની સૂચના આપી હતી. આ એરપોર્ટ પરથી માત્ર એક જ પેસેન્જર ફ્લાઈટ ચાલે છે અને તે પણ સવારે. મળતી માહિતી મુજબ, આ વિમાને 9 જાન્યુઆરીના રોજ બપોરે 12 વાગ્યે મોસ્કોથી ગોવા માટે ઉડાન ભરી હતી. આ વિમાનમાં 236 મુસાફરો સહિત કુલ 244 લોકો સવાર હતા. જેમાં 8 ક્રૂ મેમ્બર પણ સામેલ છે. જો કે તપાસમાં ફ્લાઈટમાંથી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. જે બાદ ફ્લાઈટ ગોવા માટે રવાના થઈ હતી.[ad_2]

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *