વડોદરાઃ કેન્દ્ર સરકારની પીએમ સૂર્યઘર યોજના હેઠળ રુફ ટોપ સોલર પેનલ નંખાવવા વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં છેલ્લા ૬ મહિનામાં ૨૯૦૦૦ જેટલી અરજીઓ આવી છે.જેમાંથી ૨૦૦૦૦ અરજીઓ વડોદરા શહેરની છે. આ પૈકીના ૨૦૦૦૦ જેટલા ગ્રાહકોને ત્યાં સોલર પેનલો આ સમયગાળામાં લગાવવામાં આવી છે.જેમાં ૧૫૦૦૦ ગ્રાહકો એકલા વડોદરાના છે.
જોકે સોલર કનેક્શન માટે વધેલા ધસારાના કારણે હવે મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાધીશોને વધારે ક્ષમતાવાળા નવા ૪૦૦ જેટલા ટ્રાન્સફોર્મરો નાંખવાની જરુરિયાત ઉભી થઈ છે.