ભાજપ શાસિત મનપાના ભાજપના ધારાસભ્યએ વિકાસના પ્રશ્નને લઈ સવાલ ઉઠાવ્યો છે,અને સુરતના મેયરને પત્ર લખ્યો છે પરંતુ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે આ લેટર વિકાસને લઈ નહી પરંતુ તેની વાસ્તવિકતા કંઈક અલગ છે,ભાજપના જ ધારાસભ્યએ અત્યારથી જ ભાજપને ચેતવી દીધુ છે કે,જો આ સીટ ગુમાવશો તો હું કંઈ નહી કરૂ શકુ,જાણો કેમ.
અશાંતધારાનો વિવાદ
સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો છે અને તેમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે આરસીસી રોડ બનાવવામાં આવતા નથી જેના કારણે સ્થાનિકોને તકલીફ પડી રહી છે,પરંતુ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે કે,આ વિવાદમાં કંઈક અલગ છે માત્ર રોડને તો બહાનું બનાવવામાં આવ્યું છે,સુરત પૂર્વમાં ખત્રી,મુસ્લિમ અને રાણા સમાજના લોકો રહે છે,ત્યારે પરિસ્થિતિ એવી છે કે,મુસ્લિમ સમાજ મુસ્લિમ સમાજને મિલકત વેચી દે છે જેના કારણે મુસ્લિમ સમાજની વસ્તી વધતી જાય છે.
રાણા અને ખત્રી સમાજ ચિંતામાં
સમગ્ર વાતમાં રાણા અને ખત્રી સમાજ ચિંતામાં મૂકાયો છે,તે લોકોને ચિંતા વધી રહી છે કે,ધીરે ધીરે સમગ્ર વિસ્તારમાં મુસ્લિમ સમાજની વસ્તી વધતી જાય છે જેના કારણે રાણા અને ખત્રી સમાજના લોકો હિજરત કરીને જઈ રહ્યાં છે,ધારાસભ્યને આ વાતની ખબર છે અને તેમણે શાંતિ સમિતિ અને સંકલન સમિતિમાં પણ આ વાતની રજૂઆત કરી હતી તેમ છત્તા હજી કોઈ નિરાકરણ આવ્યું નથી અને મુસ્લિમ સમાજ ધીરે ધીરે જાણે વિસ્તારમાં સામ્રાજય જમાવતો હોય તેવું અન્ય સમાજના લોકોને લાગી રહ્યું છે.
કોર્પોરેશનની ચૂંટણી માથે છે
આ સમગ્ર ઘટનામાં કોર્પોરેશનની ચૂંટણી પણ નજીક આવી રહી છે એટલે ધારાસભ્યએ અત્યારથી જ લેટર લખીને ચેતવી દીધા છે કે,જો આગામી ચૂંટણીમાં ભાજપને મત ના મળે તો તેમની પાસે છટકવાની બારી તૈયાર છે,તંત્રએ પણ આ બાબતે જરા વિચારવું જોઈએ કેમકે શહેરીજનો હિજરત કરે એ કોઈ સામાન્ય વાત નથી મોટી વાત છે કેમ કે સમસ્યાનું નિરાકરણ નહી આવ્યું હોય તો જ તે લોકો વિસ્તાર છોડીને બીજે જતા હશે,ત્યારે ધારાસભ્યે સંકલન સમિતિમાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે,માલ ખાય અધિકારી અને માર ખાય એ અમારા જેવા પ્રતિનિધી,તેમ છત્તા ધારાસભ્યની વાત પણ કોઈ સાંભળતું નથી અને તેમને લેટર લખવાનો વારો આવ્યો.