– હોદ્દાનો દુરૂપયોગ કરી ઓપન પ્લોટની રકમમાંથી 82 હજારની ઉચાપત કર્યાનો ભાંડો ફૂટયો હતો
– સાડા 16 વર્ષ પૂર્વેની ઘટનામાં ગારિયાધાર કોર્ટનો દાખલારૂપ ચુકાદો, રોકડ રકમનો દંડ ભરવા અને બન્નેને તાત્કાલિક જ્યુડીશિયલ કસ્ટડીમાં લેવા હુકમ
ગારિયાધાર : ગારિયાધાર તાલુકાના સુરનિવાસ ગામના તત્કાલિન સરપંચે તલાટી મંત્રી સાથે મેળાપીપણું કરી સરકારી નાણાંની ઉચાપત કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચર્યાની ઘટનામાં ગારિયાધાર કોર્ટે દાખલારૂપ ચુકાદો આપી તત્કાલિન સરપંચ અને તલાટી મંત્રીને પાંચ-પાંચ વર્ષ સખત કેદની સજા તેમજ રોકડ રકમનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો. આ બન્નેએ હોદ્દાનો દુરૂપયોગ કરી ઓપન પ્લોટની રકમમાંથી ૮૨ હજાર રૂપિયા ચાઉં કર્યા હતા. જો કે, પાપ છાપરે ચડીને પોકારે તેમ ઉચાપતનો ભાંડો ફૂટતા સાડા ૧૬ વર્ષ પૂર્વે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી.