ચીંટીંગના રૂપિયા ૫ લાખ આરોપીએ આપી દીધા છતાં ગુનાની ગંભીરતાને લઇ અદાલતે અરજી ફગાવી
ભુજ: બનાસકાંઠાના ડીસાના સોની વેપારી સાથે સસ્તામાં સોના નામે રૂપિયા ૫.૪૪ લાખની છેતરપીંડી કરવાના કેસમાં ભુજની સેસન્સ કોર્ટે આરોપીની અગોતરા જામીન અરજી ના મંજુર કરી હતી.
બનાવ ગત ૨૮ નવેમ્બરના રોજ સુખપર રતીયા રોડ પર બન્યો હતો. બનાસકાંઠા જિલ્લાના ડીસાના સોની વેપારી દેવાભાઇ ચેલાભાઇ ચૌધરીનુ બજાર કરતાં ૨૦ ટકા ઓછા ભાવે સોનું આપવાની લાલચ આપીને ૧૦૦ ગ્રામનું સોનાનું બિસ્કીટ બતાવી ફરિયાદીને ૧૨ લાખ ૪૦ હજારમાં આપવાની વાત કરી રોકડ અને સ્કેનર મારફતે રૂપિયા ૫ લાખ ૪૪ હજાર પડાવી લઇ સોનું કે, રૂપિયા પરત ન આપી છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો.