લગ્નપ્રસંગે જમાતખાનાનો હોલ ભાડે અપાયો હતો
રૂા.૧.૬૧ લાખના મુદ્દામાલ કબજે લેેવાયો, એક અઠવાડિયામાં બીજો દરોડો
ગોંડલ: ગોંડલમાં બે દિવસ પુર્વે સ્ટેટ મોનીટરીંગ સેલે શાકમાર્કેટમાં ચાલતી જુગાર કલબ પર દરોડો પાડયાં બાદ એ ડીવીઝન પોલીસે ગત મોડીરાતે નાની બજારમાં આવેલા મેમણ જમાત ખાનામાં ધમધમતા ઘોડીપાસાના જુગાર પર છાપો મારી ગોંડલ તથા જેતપુરના ૧૭ જુગાર રસિયાઓને રુ.૧,૬૧,૫૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા છે.