28 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
28 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતAnkleshwar પોલીસે ઘરફોડ ચોરીના 58 ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપ્યો

Ankleshwar પોલીસે ઘરફોડ ચોરીના 58 ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીને ઝડપ્યો


ગત તારીખ 16મી નવેમ્બરના રોજ અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર બ્રહ્મા કુમારી મંદિરની સામે આવેલા શક્તિનગર સોસાયટીમાં બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો ત્રાટકી સોના-ચાંદીના ઘરેણા મળી કૂલ 7 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી આરોપીને ઝડપી લીધો

આ ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફને બાતમી મળી હતી કે ઘરફોડ ચોરી કરનાર ઈસમ સુરતના કીમ સ્થિત મુલદ ગામની રાધે શ્યામ સોસાયટી રહે છે અને તે હાલ તેના ઘરે હાજર છે. તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને જીમી ઉર્ફે દીપક બીપીન બાબુલાલ શર્માને ઝડપી પાડી તેની પુછપરછ કરતા તેણે અંકલેશ્વરના શક્તિનગર સોસાયટી, અંકલેશ્વર GIDCમાં બે તેમજ ભરૂચ સી ડીવીઝન વિસ્તારમાં એક સહિત મહારાષ્ટ્ર, હરિયાણા અને રાજસ્થાન અને ગુજરાતમાં મળી કુલ 58 જેટલી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.

ઘરફોડ ચોર જીમી શર્મા બાઈક ઉપર દિવસ દરમિયાન રેકી કરતો અને બંધ મકાનને નિશાન બનાવતો

આ સાથે જ પોલીસે આરોપી પાસેથી એક બાઈક અને ચોરી થયેલા ઘરેણા મળી કુલ 2.44 લાખનો મુદ્દામાલ રીકવર કરીને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ઘરફોડ ચોર જીમી શર્મા બાઈક ઉપર દિવસ દરમિયાન રેકી કરતો અને સોસાયટી કે ફ્લેટના કોર્નરના બંધ મકાનોને નિશાન બનાવતો હોવાની સાથે દરવાજાના લોક ડીસમિસ વડે તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય