28 C
Surat
Reg. License No. 20/22
શનિવાર, નવેમ્બર 23, 2024
28 C
Surat
શનિવાર, નવેમ્બર 23, 2024
Reg. Licence No. 20/22
info@gsmnews24x7.com
Global Source of Media
HomeગુજરાતઅમદાવાદKhyati Hospital કાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં, જુઓ Video

Khyati Hospital કાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં, જુઓ Video


ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈ આરોગ્ય વિભાગ એકશનમાં આવ્યું છે,હોસ્પિટલના યુનિટ હેડ ડો.મિનલ સોલંકીનું નિવેદન સામે આવ્યું છે કે 10 વર્ષથી આયુષ્યમાન કાર્ડમાં સેવા આપીએ છીએ,3 માસ માટે હોસ્પિટલની ઓનકોલોજીની સારવાર બંધ કરાઈ છે,કેન્સરને લગતી સારવાર આયુષ્યમાન કાર્ડમાં નહી આવે.

કેબિનેટમાં કરાઈ ચર્ચા

ટુંકા સમયમાં આરોગ્ય વિભાગ PMJY યોજના અંગેની હોસ્પિટલ માટેની SOP જાહેર કરશે તો મુખ્યત્વે 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે કડક SOP જાહેર થશે તો,હૃદયરોગ, કેન્સર, કિડની અને ઘૂંટણ અંગેની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર થશે,હવે કોઈ પણ ડોકટર PMJY હેઠળ દર્દીઓ સાથે છેતરપિંડી કરશે તો તેની સામે પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે,વસ્ત્રાપુરમાં આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા કાંડ બાદ રાજયસરકાર સફાળી જાગી છે.

હોસ્પિટલે કર્યો છે મોટો કાંડ

ગરીબોના હૃદય ચીરવા ખ્યાતિના કૌભાંડીઓનો હતો પ્રિ-પ્લાન અને આ બાબતે અનેક ખુલાસાઓ થયા છે,સૌથી મહત્વની વાત તો એ છે કે,ગરીબો ક્યાં છે તે જાણવા ખ્યાતિ હોસ્પિટલના સત્તાધીશોએ રાખી હતી માર્કેટિંગ ટીમ અને ગામડાઓમાં માર્કેટિંગ ટીમ સર્વેની કામગીરી કરતી હોવાની પણ વાત સામે આવી છે,આ ટીમ ગરીબો ક્યાં છે, કોની પાસે આયુષ્માન કાર્ડ છે તેનો સર્વે કરતી હતી.

રિપોર્ટ કરશે ક્રાઈમ બ્રાંચ

ક્રાઈમ બ્રાંચની ટીમની સાથોસાથ ગુજરાત નર્સિંગ કાઉન્સીલની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. નિયમ મુજબ કોઈ પણ નર્સિંગ કોલેજ ચલાવવા માટે પોતાની હોસ્પિટલ શરૂ સ્થિતિમાં હોવી જરૂરી છે. હોસ્પિટલમાં હાલમાં એક પણ દર્દી ન હોવાથી નર્સિંગ કોલેજ શરૂ રહેશે કે બંધ એ પણ મોટો સવાલ છે. જો ખ્યાતિ નર્સિંગ કોલેજ બંધ થશે તો વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મૂકાય તેવી શક્યતા છે. હાલ તો ખ્યાતિ હોસ્પિટલ બંધ હોવાનો રિપોર્ટ નર્સિંગની ટીમ બોર્ડને કરશે.



Source link

સંબંધિત લેખો

સૌથી વધુ લોકપ્રિય